Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરના નવા કાંસિયા સરકારી માધ્યમિક શાળા ખાતે ઉજાસભણી કાર્યક્રમની ઉજવણી કરાઇ

અંકલેશ્વરના નવા કાંસિયા સરકારી માધ્યમિક શાળા ખાતે ઉજાસભણી કાર્યક્રમની ઉજવણી કરાઇ
X

સરકારી માધ્યમિક શાળા (RMSA), નવા કાંસિયા, તા.અંકલેશ્વર, જી.ભરુચના ખાતે કિશોરાવસ્થા- શારીરિક, મનોવૈજ્ઞાનિક, સામાજિક, સાંસ્કૃતિક અને નૈતિક પરિમાણ, બાળકોમાં જાતિય શોષણ, બાળલગ્ન, એઇડ્સ/એચ.આઈ.વી., બાળ અધિકારો (POSCOAct -૨૦૧૯), સ્વાસ્થ્ય અને આરોગ્ય, માસિક આરોગ્ય સ્વચ્છતા જેવા વિષયો પર જિલ્લા કક્ષાના વિવિધ વિભાગો જેવા કે આઈ.સી.ડી.એસ., આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, એડવોકેટ, એસ.સી.પી.સી.આર., કોલેજના વ્યાખ્યાતા કે સ્થાનિક કક્ષાના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને સમજ મેળવી શકે અને સમસ્યાના સંદર્ભમાં મેળવેલ જ્ઞાન દ્વારા સ્વસમજથી ઉકેલ મેળવી શકે તે હેતુસર શાળામાં ઉજાસભણી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમના “તારુણ્યને લગતા પ્રશ્નો” વિષય પર મુખ્ય વક્તા તરીકે સ્વામી નારાયણસ્વરૂપ બી.એડ.કોલેજના ઈનચાર્જ આચાર્ય સંજયભાઈ પટેલ તેમજ બી.એડ. કોલેજના તાલીમાર્થીઓ આસિફભાઈ આંધી તથા તોહસીફભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.

કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન તેમજ મહેમાનોનું સ્વાગત આચાર્ય ડો. દિવ્યેશભાઇ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આચાર્ય દ્વારા શાળાકીય પ્રવૃત્તિઓની ઝાંખી કરાવી “ઉજાસભણી” કાર્યક્રમ શા માટે અને કોના માટે કરવામાં આવનાર છે તેની જાણકારી આપી હતી. મનોવિજ્ઞાનના તાલીમાર્થીશ્રી આસિફભાઈએ તરુણાવસ્થાના લક્ષણો જેવા કે ધ્યાન, સમજ, વિરોધ, તાદત્મ્ય, શારીરિક ફેરફારો, મનોવૈજ્ઞાનિક ફેરફારોની વિસ્તૃત ચર્ચા કરી હતી.

ઈનચાર્જ આચાર્ય સંજયભાઈ પટેલે તરુણાવસ્થા દરમ્યાન અનુભવાતા આવેગો, શારીરિક ફેરફારોની સમજ આપી હતી. તરુણાવસ્થા દરમ્યાન અભ્યાસ પર થતી અસરોની પણ ચર્ચા કરી હતી. આ માટે તેમણે સ્વામી વિવેકાનંદજીનું સૂત્ર “ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોને વિગતવાર ઉદાહરણો સાથે સમજાવ્યું હતુ. તરુણાવસ્થા દરમ્યાન આવતા શારિરીક ફેરફારોમાં બજારમાં ઉપલબ્ધ ખોટું સાહિત્ય કે ભ્રામક વાતોનો સંદર્ભ લેવા કરતાં જેમના પર પોતાને વિશ્વાસ હોય એવી વ્યક્તિ કે માર્ગદર્શક શિક્ષકો સાથે મુક્ત મને ચર્ચા કરી સ્મસ્યાનો સાચો ઉકેલ મેળવવા સમજ આપી હતી.

આચાર્ય ડો. દિવ્યેશભાઇ પરમાર દ્વારા કિશોરાવસ્થાના શારીરિક, મનોવૈજ્ઞાનિક, સામાજિક, સાંસ્કૃતિક અને નૈતિક પરિમાણની સમાજ વિવિધ ઉદાહરણો દ્વારા પૂરી પડી હતી.

Next Story