Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરના યુવાન ક્રિકેટરની મુંબઈ ખાતે યોજાનાર વિઝઝી ટ્રોફી માટે પસંદગી

અંકલેશ્વરના યુવાન ક્રિકેટરની મુંબઈ ખાતે યોજાનાર વિઝઝી ટ્રોફી માટે પસંદગી
X

ભરૂચ,અંકલેશ્વર અને સુરતના ત્રણ યુવા ક્રિકેટરો વેસ્ટ ઝોન યુનિવર્સિટીની ટીમ માંથી રમશે

ભરૂચ, અંકલેશ્વર, અને સુરતના યુવા ક્રિકેટરો BCCI દ્વારા મુંબઈ ખાતે આયોજિત વિઝઝી ટ્રોફી ની વેસ્ટ ઝોન યુનિવર્સિટી ની ટીમ માંથી પસંદગી પામ્યા છે.યુવાઅંકલેશ્વર જીઆઇડીસી ના ગણેશ પાર્ક ખાતે રહેતો અને સુરત બી.કોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો કશ્યપ હરીશભાઈ પ્રજાપતિ એ કનેક્ટ ગુજરાત સાથેની એક વાતચીત દરમિયાન જણાવ્યુ હતુ કે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન રાજ્યોની 64 યુનિવર્સિટીની ટુર્નામેન્ટ થોડા સમય આગાઉ યોજાઈ હતી, જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ની ટીમ રનર્સ અપ રહી હતી.

આ ટુર્નામેન્ટમાં રાઈટ હેન્ડ બેટસ મેન કશ્યપે રાજસ્થાનના કોટા અને એમપીની શિહોર યુનિવર્સિટી ની બંને ટીમો સામે રમાયેલી મેચમાં 100-100 રન ફટકારીને ટ્રોફી દરમિયાન સર્વાધિક રન બનાવ્યા હતા.યુવાકશ્યપે વધુમાં જણાવ્યુ હતુ કે તારીખ 29મી માર્ચથી 90 ઓવરની વિઝઝી ટ્રોફીની શરૂઆત થશે. જેમાં ભરૂચના ઓફ સ્પિનર અંકિત પટેલ તેમજ સુરતના ઓલ રાઉન્ડર કેયુર પટેલ મળીને ગુજરાત માંથી ત્રણેય ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.

ભારતના ચાર ઝોન ની ચાર ટીમો વચ્ચે વિઝઝી ટ્રોફીનો ક્રિકેટ જંગ રમાશે,ત્યારે વેસ્ટ ઝોન યુનિવર્સિટી ની ટીમમાં પસંદગી પામવા બદલ કશ્યપે ગર્વની લાગણી વ્યક્ત કરી હતી.જયારે તેઓના કોચ કેતન પટેલ ની તાલીમ હેઠળ ત્રણેય યુવા ક્રિકેટરો પોતાની ટીમને સર્વશ્રેષ્ઠ દેખાવ કરીને વિજેતા બનાવશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Next Story