Connect Gujarat
સમાચાર

અંકલેશ્વરની અમરાવતી નદી માં જળચર જીવોના રહસ્યમય મોત

અંકલેશ્વરની અમરાવતી નદી માં જળચર જીવોના રહસ્યમય મોત
X

નદીના પાણીમાં ઉદ્યોગો ના પ્રદુષિત પાણી ભળવાના કારણે ઘટના સર્જાય હોવાના ગ્રામજનો ના આક્ષેપ

અંકલેશ્વર તાલુકાના દઢાલ,ઉછાલી,સારંગપુર,અમરતપુરા સહિત ના ગામો પાસેથી પસાર થતી અમરાવતી નદી (ખાડી) માં જળચર જીવોના મોત નો સિલસિલો યથાવત રહ્યો છે.

amravati-nadi-fish-death-photo03

અમરાવતી નદી ના પાણીમાં માછલીઓ ના મોત ની ઘટના પુનઃ એકવાર પ્રકાશમાં આવતા સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.ઉછાલી ગામના સ્થાનિકો એ જણાવ્યુ હતુ કે ભૂતકાળમાં અમરાવતી નદી માં પ્રદુષિત પાણી ભળવાના કારણે સેંકડો માછલીઓ મોતને ભેટી હતી જે ઘટનાનું પુનરાવર્તન થયુ છે.જેની પાછળ બેજવાબદાર ઉદ્યોગો અને ગુજરાત પ્રદુષણ નિયંત્ર નિગમ ને જવાબદાર ઠેરવી રહ્યા છે.જીપીસીબી દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા ભુતકાળ નું પુનરાવર્તન થયુ હોવાના આક્ષેપો પણ ગ્રામજનો કરી રહ્યા છે.

Next Story