Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરની એસેન્ટ સ્કુલના કરાટે કોચ અને કાર ચાલક ચિક્કાર દારૂના નશામાં ઝડપાયા

અંકલેશ્વરની એસેન્ટ સ્કુલના કરાટે કોચ અને કાર ચાલક ચિક્કાર દારૂના નશામાં ઝડપાયા
X

સમા પોલીસે બાળકોને હેમખેમ પોતાના વાહન માં પરત મૂકી જતા વાલીઓ ના જીવ માં જીવ આવ્યો.

વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ખેલ મહાકુંભ હેઠળ કરાટે સ્પર્ધામાં ભાગ લેવા માટે અંકલેશ્વર ની એસેન્ટ સ્કુલ ની ટીમ ના બાળકો પણ ગયા હતા, જોકે પરત ફરતી વેળાએ કરાટે નો કોચ અને ગાડીનો ચાલક ચિક્કાર નશાની હાલતમાં ઝડપાતા વાલીઓ માં ચિંતા નો માહોલ છવાય ગયો હતો. જોકે પોલીસે નશે બાજોની ધરપકડ કરીને બાળકોને પોતાના વાહન માં પરત અંકલેશ્વર હેમખેમ મૂકી જતા વાલીઓ ના જીવમાં જીવ આવ્યો હતો.

અંકલેશ્વર મહાવીર ટર્નીંગ પર આવેલ એસેન્ટ સ્કુલ ના નવ વિદ્યાર્થીઓ કરાટેના કોચ અલ્પેશ મુળજીભાઈ પરમાર રહે નારાયણ દર્શન સોસાયટી ભરૂચ, અને કાર ચાલક રિતેશ અમૃતલાલ શ્રીમાળીના ઓ સાથે વડોદરા સમા ના સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ખેલ મહાકુંભ માં કરાટે સ્પર્ધા માં ભાગ લેવા માટે ગયા હતા.

સ્પર્ધા બાદ રાત્રે પરત ફરતી વેળાએ કરાટેના કોચ અને કાર ચાલક દારૂ ના નશામાં લથડીયા ખાતા સ્થાનિક લોકોએ પોલીસ ને જાણ કરી હતી. પોલીસે તેઓની અટકાયત કરીને બાળકો ના જીવ પર મંડરાય રહેલા જોખમ ને દૂર કર્યું હતુ. બંને નશે બાજોની ધરપકડ બાદ પોલીસે વાહન ની વ્યવસ્થા કરીને બાળકોને અંકલેશ્વર સુધી પોલીસ સુરક્ષા સાથે હેમખેમ પહોંચાડયા હતા, અને પોતાના બાળકોને પરત સુરક્ષિત રીતે જોઈને વાલીઓ એ વડોદરા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે મોડાસા ની શાળા ના વાહન નો ચાલાક પણ અંકલેશ્વર ના નશેબાજો સાથે હતો અને પોલીસે તેની પણ ધરપકડ કરી હતી અને મોડાસા ના બાળકો માટે પણ વાહન ની વ્યવસ્થા કરીને પોલીસ સુરક્ષા સાથે મોડાસા રવાના કર્યા હતા.

Next Story