Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરની ઓએનજીસી ઓફિસર્સ મહિલા સમિતિ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરાઈ

અંકલેશ્વરની ઓએનજીસી ઓફિસર્સ મહિલા સમિતિ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરાઈ
X

વર્ષોથી ઓએનજીસી અંકલેશ્વર એસેટ અંકલેશ્વર અને તેના આસપાસના ગામડાંઓમાં શૈક્ષણિક સંસ્થાઓમાં જરૂરી ચીજવસ્તુઓ આપતી આવી છે તે જોતા ઓએનજીસી ઓફિસર્સ મહીલા સમિતિ પણ આવા કામ કરવા માટે તત્પરતા દાખવી અંકલેશ્વરની ગડખોલ આંગણવાડી કેન્દ્ર અને ઉછાલી પ્રાથમિક શાળામાં સોમવારના રોજ બાળકોને જરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવી.

ઓએનજીસી ઓફિસર્સ મહિલા સમિતિને ઈનહાઉસ સોશિયલ એક્ટિવિટી અંતર્ગત અંકલેશ્વર ગડખોલ ગામની આંગણવાડી કેન્દ્રમાં ૪૦ જેટલા નાના ભૂલકાઓને સ્લેટ-પેન રમકડા બિસ્કીટ અને બ્લેકબોર્ડ જેવી જરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવી જેનાથી બાળકો આંગણવાડી તરફ આકર્ષાય અને ભણવામાં ધ્યાન આપે તો બીજીતરફ અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામમાં ઓફિસર્સ મહિલા સમિતિની પ્રેસિડન્ટ સુજાતા રવિએ બાળકોને જરૂરી સ્કુલ યુનિફોર્મ ૬૬ જેટલા બાળકોને આપ્યા સાથે બાળકોને બૂટ મોજા પણ આપવામાં આવ્યા આ પ્રસંગે શાળાના પ્રિન્સિપલ મહેશભાઈએ ઓએનજીસી ઓફિસર્સ મહિલા સમિતિનો ખાસ આભાર માન્યો હતો.

Next Story