Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરની કડકિયા કોલેજ ખાતે નવા અભ્યાસક્રમની શરૂઆત

અંકલેશ્વરની કડકિયા કોલેજ ખાતે નવા અભ્યાસક્રમની શરૂઆત
X

ભરૂચ: અંકલેશ્વર ખાતે શ્રી મણિલાલ હરિલાલ કડકીઆ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કડકીઆ એજ્યુકેશનલ કેમ્પસ ખાતે B.Sc.(કેમેસ્ટ્રી, ફીઝીક્સ), B.Com.(અંગ્રેજી માધ્યમ), તેમજ ધોરણ 11-12 સાયન્સના નવા અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા છે. જેનું ઉદ્ઘાટન ભારત સરકારના પૂર્વમંત્રી તેમજ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા તથા વીર નર્મદ દક્ષિણ યુનિવર્સીટી સુરતના ઉપકુલપતિ ડો. બી.એમ. રાવલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કડકિયા કોલેજ ના મેનેજીંગ ટ્રસ્ટી પંકજભાઈ કડકિયા અને ટ્રસ્ટી શ્યામભાઈ કડકિયા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું . તેમજ વીર નર્મદ દક્ષિણ યુનિવર્સીટી સુરતના નવા નિમાયેલા સિન્ડીકેટ સભ્યો અને જે.પી. આર્ટસ કોલેજના આચાર્યને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કેમ્પસમાં K.G. થી P.hd. સુધીનો અભ્યાસક્રમ ઉપલબ્ધ છે. હાંસોટ અને નેત્રંગ જેવા અંતરિયાળ વિસ્તારમાં સૌ પ્રથમ સાયન્સ કોલેજ અને B.Com. અંગ્રેજી માધ્યમ કોલેજ શરૂ થઇ છે જેની તાતી જરૂર છે. અદ્યતન ટેકનોલોજી તથા ગુણવત્તા યુક્ત શિક્ષણ આ કેમ્પસની ઓળખ છે તેવું પંકજ કડકિયા એ જણાવ્યું હતું।

Next Story