Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરની દવા કંપની માંથી કિંમતી પાવડરની ચોરી કરનાર કર્મચારી સહિત છ ઝડપાયા

અંકલેશ્વરની દવા કંપની માંથી કિંમતી પાવડરની ચોરી કરનાર કર્મચારી સહિત છ ઝડપાયા
X

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં જીવન રક્ષક દવાઓનું ઉત્પાદન કરતી ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ લી. માંથી કંપનીનાં સિનિયર ઓફિસરે અન્ય કામદારોની મદદથી રૂપિયા ૧૬ લાખ ઉપરાંતના પાવડરની ચોરીને અંજામ આપ્યો હતો. જે ઘટનામાં પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી હતી.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ લી.માં ચાર માસ અગાઉનાં સમય દરમિયાન એટોવાકોન પાવડર વજન કુલ ૨૨.૧૫૦ કિલો ગ્રામ કિંમત રૂપિયા ૧૫,૫૦,૫૦૦ તથા સિલ્વર નાઈટ્રાઈટ પાવડર વજન ૪૮૩૦ કિ. ગ્રામ કિંમત રૂપિયા ૯૬,૬૦૦ મળીને કુલ રૂપિયા ૧૬, ૪૭, ૧૦૦નો મુદ્દામાલની ચોરી થઇ હતી.

જે અંગેની જાણ કંપની સત્તાધીશોને થતા કંપની અધિકારી અખિલેશકુમાર પૃથ્વીપાલ સીંગ રહે ગ્લેનમાર્ક કોલોની જીઆઇડીસી અંકલેશ્વરના ઓ એ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી હતી. પોલીસ તપાસ દરમિયાન કંપનીનાં સિનિયર ઓફિસર અરવિંદ પાટણવાડીયાના ઓ એ અન્ય કામદારોની સાથે સાઠગાંઠ કરીને કિંમત પાવડરની ચોરીને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતુ.

આ ઘટનામાં પોલીસે અરવિંદ પાટણવાડીયા રહે ઘર નંબર એ-૨, ગણેશપાર્ક-૨ જીઆઇડીસી અંકલેશ્વર, સાગર રાજુ ચૌહાણ, રહે સોનમ સોસાયટી અંકલેશ્વર, અમિતકુમાર હમેન્દ્રસિંગ રાજપૂત, રહે ગિરનાર સોસાયટી, અંકલેશ્વર, રઈસ સુલેમાન શાહ, રહે રચના નગર અંકલેશ્વર, સંદિપકુમાર સુશીલસીંગ, રહે રચના નગર અંકલેશ્વર અને નિતેશ વિજય રાય રહે ચંદાલ ચોકડી, વિજય નગર, અંકલેશ્વરના ઓની ચોરીનાં મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

જ્યારે ઘટનામાં ફરાર આરોપી દેવેન્દ્રગિરી અને સાગર રાજુ ચૌહાણનાઓ ની શોધખોળ પોલીસ કરી રહી છે.

પોલીસ તપાસમાં આરોપી અરવિંદ પાટણવાડીયાના ઓ પ્લાન્ટ નંબર ૨માં જે એટોવાકોન પાવડર ઉત્પાદિત થયા બાદ કંપની રેકોર્ડમાં ઓછો બતાવીને સાથી કામદારોની સાથે સાઠગાંઠ કરીને ચોરીને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યુ હતુ.હાલ પોલીસે છ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story