Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરની ભગવતી વુડ ઇન્ડસ્ટ્રિઝમાં આગ થી દોડધામ

અંકલેશ્વરની ભગવતી વુડ ઇન્ડસ્ટ્રિઝમાં આગ થી દોડધામ
X

નગરપાલિકાના ૪ થી ૫ જેટલા ફાયર ટેન્ડર ઘટનાસ્થળ પર

અંકલેશ્વર જીઆઈડીસીના ભગવતી wood ઈન્ડસ્ટ્રીમાં ૯મીની ઓડી રાતે ૧.૧૦ કલાકની આસપાસ અચાનક આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી.

પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર અંકલેશ્વર GIDC માં આવેલ ભગવતી વુડ ઇન્ડસ્ટ્રીઝમાં તા.૯મીની મોડી રાતે અચાનક આગ ભભૂકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગની જાણ ફાયર વિભાગને કરાતા અંકલેશ્વર બી.પી.એમ.સી પાનોલી અને નગરપાલિકાના ૪ થી ૫ જેટલા ફાયર ટેન્ડર ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથધર્યા હતા.

જોકે મોડીરાત્રીના લાકડાના જથ્થામાં લાગેલ આગના પગલે કેટલાનું નુકશાન થવા પામ્યું છે તે હજુ જાણી શકાયું નથી.પણ આગને પગલે ભગવતી ઇન્ડસ્ટીઝ બળીને ખાક થયાના એહવાલ મળી રહ્યા છે. સદનસીબે આ આગના પગલે કોઇ જાન હાનીની ઘટના સામે ન આવતા અને આગ ઉપર કાબુ મએળવી લેવાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

Next Story