Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરની શ્રોફ એસ આર રોટરી ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ એ પ્લાસ્ટિક પીક મશીનની કરી શોધ

અંકલેશ્વરની શ્રોફ એસ આર રોટરી ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ એ પ્લાસ્ટિક પીક મશીનની કરી શોધ
X

ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાનને વધુ વેગવાતું બનાવવા માટે અંકલેશ્વરની શ્રોફ એસ આર રોટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજી કોલેજના વિદ્યાર્થીઓ એ રસ્તા પરથી પ્લાસ્ટિકનો વેસ્ટ ઉપાડી શકે તેવા મશીનની શોધ કરીને ઇજનેરી ક્ષેત્રે નવા ડગ માંડયા છે.

અંકલેશ્વર વાલિયા રોડ કોંઢ ગામ પાસે આવેલ શ્રોફ એસ આર રોટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજી કોલેજના વિદ્યાર્થીઓ એ પ્લાસ્ટિક પીક અપ મશીનની શોધ કરી છે. જે પીક અપ મશીન રસ્તા પરના પ્લાસ્ટિકને વેક્યુમ થી ખેંચી લેશે.

unnamed (1)

તા. 26 મી જાન્યુઆરીના રોજ UPL groupના CMD રજ્જુભાઈ શ્રોફ અને સાન્દ્રાબેન શ્રોફના હસ્તે શ્રોફ એસ આર રોટરી ઇન્સ્ટિટયુટ ખાતે મશીનનું લોન્ચિંગ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન ને વિદ્યાર્થીઓની આ શોધ સાચેજ વેગ આપશે અને આવનાર સમયમાં આધુનિક ટેક્નોલોજી થકી ગંદકીનું સામ્રાજ્ય દૂર થશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

Next Story