Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે આધુનિક પદ્ધતિથી હૃદયના છિદ્રની સારવાર કરાઈ

અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે આધુનિક પદ્ધતિથી હૃદયના છિદ્રની સારવાર કરાઈ
X

ભરૂચ જીલ્લામાં સૌપ્રથમ વાર અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે કોઈ ટાકા કે મેજર સર્જરી વગર હૃદયની અંદરનું 24 mm નું કાણું બંધ કરાયું.

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના રહેવાસી જયપ્રકાશને ઉ.વ.17 ચાલવામાં તકલીફ પડતી હતી તેમજ જલ્દી હાંફી જતા હતા તેનું કારણ તેમના હ્રદયના ઉપરના પડદામાં પડેલ 24 mm નું કાણું હતું જેને કારણે શુદ્ધ અને અશુદ્ધ લોહી ભેગું થતું હતું જેને મેડિકલ ભાષામાં 'એટ્રીયલ સેપ્ટલ ડિફેકટ' કહેવામાં આવે છે.

સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. રાજીવ ખરવર દ્વારા આ હોલને કોઈ ટાકા કે મેજર સર્જરી વગર બંધ કરવામાં આવ્યું હતું. આ પ્રોસિજરમાં હાર્ટના હોલની વચ્ચે એક જાળી વાળી છત્રી (એટ્રીયલ સેપ્ટલ ઓક્લૂડર ડિવાઇસ) બેસાડવામાં આવે છે.આથી પેશન્ટને બીજા જ દિવસે કોઈ પણ કોમ્પ્લીકેશન વગર ડિસ્ચાર્જ આપી શકાય છે. અને જો આ પદ્ધતિથી ડિવાઇસ ક્લોઝર ન કરવામાં આવે તો પેસન્ટે ઓપન હાર્ટ સર્જરી કરાવવી પડે છે.જેમાં પેશન્ટને ઘણી તકલીફ પડતી હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રોસીજર ભરૂચ જીલ્લામાં સૌ પ્રથમ વાર સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ માં કરવામાં આવી હતી તેમજ આ પ્રોસીજર "વાત્સલ્ય કાર્ડ" હેઠળ કરવામાં આવ હતી જેમે કારણે પેશન્ટને એક પણ રૂપિયો ભરવો પડ્યો ન હતો.

Next Story