Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : બોરીદ્રા ગામની સીમમાં લીમડાના ઝાડ માંથી સફેદ પ્રવાહી નીકળતા સર્જાયું કુતુહુલ

અંકલેશ્વર : બોરીદ્રા ગામની સીમમાં લીમડાના ઝાડ માંથી સફેદ પ્રવાહી નીકળતા સર્જાયું કુતુહુલ
X

ગ્રામજનોના લોક ટોળા ઉમટી પડ્યા, -ધાર્મીક ચમત્કાર સાથે સરખાવતાં લોકો

અંકલેશ્વર તાલુકાના બોરીદ્રા ગામની સીમમાં આવેલ એક લીમડાના ઝાડ માંથી સફેદ કલર ના દૂધ જેવા તરલ પ્રવાહી નીકળવા ની ઘટનાએ ગ્રામજનો માં ભારે કુતુહલ પેદા કર્યું છે. છેલ્લા 3 દિવસ થી નીકળતા પ્રવાહીને કેટલાક ગ્રામજનો ધાર્મિક ચમત્કાર સાથે સરખાવી રહ્યા છે.

[gallery td_select_gallery_slide="slide" size="full" ids="88203,88204,88205,88206"]

અંકલેશ્વર થી 5 કિમીના અંતરે આવેલ બોરીદ્રા ગામની સીમમાં એક લીમડા ના ઝાડ ના થડ માંથી દૂધ જેવું પ્રવાહી છેલ્લા 3 દિવસ થી નીકળી રહ્યું છે.આ ઘટના ની જાણ ગ્રામજનો માં થતા લોકટોળા એકત્ર થઇ રહ્યા છે,કેટલાક ગ્રામજનો આ ઘટનાને ધાર્મીક ચમત્કાર સાથે સરખાવી રહ્યા છે.આ ગામમાં 8 વર્ષ અગાઉ અન્ય એક લીમડા ના થડ માંથી આવું જ પ્રવાહી ઝરવાની ઘટના બની હતી.

જો કે વનસ્પતિ શાસ્ત્ર માં આવી ઘટનાને રસાયણીક ક્રિયા તરીકે વર્ણવવામાં આવી છે. જેમાં લીમડા ના વૃક્ષ માંથી તરલ પદાર્થ નીકળે તે જીઓલોજીકલ ડીસ ઓર્ડરની બીમારી થઇ હોવાનું જણાવાયું છે. લીમડાના થડ માંથી સફેદ દૂધ જેવું પ્રવાહી નીકળે છે. એ ઘટના ચાર -પાંચ દિવા બાદ બંધ થઇ જાય છે.જો કે બોરીદ્રા ગામની ઘટના એ ગ્રામજનો માં ભારે કુતુહલ પેદા કર્યું છે,આસપાસ ના ગામો માંથી પણ લોકો કુતુહલવશ ત્યાં પહોંચી રહ્યા છે.

Next Story