Connect Gujarat
સમાચાર

અંકલેશ્વરમાં પહેલીવાર વૈજ્ઞાનિક પધ્ધતિથી વજન ઘટાડવા માટેના ફિજિયોથેરાપી સેન્ટરની શરૂઆત

અંકલેશ્વરમાં પહેલીવાર વૈજ્ઞાનિક પધ્ધતિથી વજન ઘટાડવા માટેના ફિજિયોથેરાપી સેન્ટરની શરૂઆત
X

ગુજરાતીમાં કહેવત છે ‘પહેલું સુખ તે જાતે નર્યા’ કદાચ આપણા વડવાઓ સારી રીતે જાણતા હશે કે જો સ્વાસ્થ્ય જ સારું ન હોય તો જીવનમાં બીજું કંઇ પણ એન્જોય થઇ શકતું નથી. જેમકે ગળ્યું ખૂબ ભાવતું હોય પણ જો ડાયાબિટિસ હોય તો ખાઇ શકાતું નથી.

પરંતુ આધુનિક સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્ય અને દેખાવ પ્રત્યે વધારે સભાન બન્યા છે. દરેક ને સ્લીમ અને ફીટ બોડી રાખવી પસંદ છે. જેના માટે લોકો અલગ-અલગ પધ્ધતિ અપનાવતા હોય છે. કેટલાક લોકો નિયમિત જીમમાં જતા હોય છે. જ્યારે કેટલાક લોકો વજન ઉતારવા માટે દવાઓનો સહારો લેતા હોય છે. તેમ છતાં ધાર્યુ પરિણામ મળતુ હોતું નથી. ક્યારેય વિચાર્યું છે કેમ?

આ અંગે ડૉ. પિંજલ સુખડિયા જણાવે છે કે મુખ્યત્વે ચાર બાબતો છે જે આપણા સ્વાસ્થ્યનું નિયમન કરે છે. જેમાં ખોરાક, પોષકતત્વો, મેન્ટલ એટીટ્યુડ અને વ્યાયામનો સમાવેશ થાય છે. જો તમને લાગતું હોય કે તમે આ ચારેય બાબતોને બરાબર અનુસરો છો તેમ છતાં તમારા વજનમાં ઘટાડો થતો નથી. તો તેનો અર્થ એમ થયો કે તમે તેને વૈજ્ઞાનિક પધ્ધતિથી અનુસરતા નથી.

તેઓના જણાવ્યા મુજબ ખોરાક એકદમ જ ઘટાડી દેવાથી અથવા બંધ કરી દેવાથી શરીરને હાનિ પહોંચે છે. વજન ઘટાડવા માટે કયા પ્રકારનો કેટલો ખોરાક લેવો તેનું યોગ્ય માર્ગદર્શન હોવું જરૂરી છે.

આડેધડ વ્યાયામ કરવાથી નહી પરંતુ વ્યાયામ માટેના યોગ્ય પ્રોટોકોલ મુજબ વ્યાયામ કરવાથી ફાયદો થાય છે.

ખોરાક પૂરતો લેતા હોય તેમ છતાં પોષકતત્વોની ઉણપ રહી જતી હોય છે. કારણકે આધુનિક સમયમાં કોઇપણ વસ્તુ શુદ્ધ હોતી નથી. તેથી, શરીર માટે જરૂરી પોષકતત્વો મળી રહેતા નથી.

તે સિવાય તમારા સ્વાસ્થ્ય પ્રત્યે તમારો માનસિક અભિગમ પણ ખૂબ જ મહત્વનો છે. જો તમારો અભિગમ હકારાત્મક હશે તો તેની તમારા સ્વાસ્થ્ય પર પણ સારી અસર પડે છે.

આવા બધા જ સવાલોના જવાબ સાથે અંકલેશ્વરમાં સૌપ્રથમવાર વૈજ્ઞાનિક પધ્ધતિથી મેદસ્વીતા ઘટાડો કરવા માટેનું તદ્દન આધુનિક અને વિશ્વસનીય ફિજીયોથેરાપી ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે. જેનું નામ છે શિવાલી ફિજીયો સેન્ટર. અહીં વજનમાં ઘટાડો કરવા સાથે વજન વધારવા માટે યોગ્ય અને સચોટ માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ સ્વાસ્થ્ય માટે જરૂરી બાહ્ય પોષકતત્વો પણ શુદ્ધ ફોર્મમાં અહીં મળી રહે છે.

Next Story