Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં રિક્ષામાં પેસેન્જરોને લૂંટતી ટોળકી શક્રિય

અંકલેશ્વરમાં રિક્ષામાં પેસેન્જરોને લૂંટતી ટોળકી શક્રિય
X

રિક્ષામાં અગાઉ થી જ સવાર ત્રણ ચાર શાતિર ઈસમો મુસાફરો સાથે માથાકૂટ કરીને હાથ સફાઈ કરતા હોવાની ચર્ચા

અંકલેશ્વરમાં રિક્ષામાં સવાર મુસાફરોને કડવો અનુભવ થઇ રહયો છે,ઓટોરિક્ષામાં પેસેન્જરો ચોર ટોળકીનો ભોગ બની રહ્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે.

અંકલેશ્વરમાં ઓટોરિક્ષામાં મુસાફરી કરતા પેસેન્જરોને કડવો અનુભવ થઇ રહ્યો છે, એક વિશ્વાસ સાથે રિક્ષામાં બેસતા મુસાફરો ચોરીનો ભોગ બની રહ્યા છે.અને રિક્ષામાં મુસાફરોને લુંટતી ચોર ટોળકી શક્રિય બની છે.અગાઉ પણ આવી ટોળકીને પોલીસે દબોચી લીધી હતી.

રિક્ષાની રાહ જોઈને ઉભા રહેતા પેસેન્જરો માટે લાલબત્તી સમાન ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે.જ્યાં મુસાફર ઉભા હોય ત્યાં રિક્ષા આવીને ઉભી રહે છે,જેમાં રિક્ષા ચાલક સહિત ત્રણ ચાર લોકોની ટોળકી અગાઉ થી જ તેમાં સવાર હોય છે,અને જે રિક્ષામાં મુસાફર બેઠા બાદ આ ટોળકી બેસતા ફાવતુ નથી તેમ કહીને માથાકૂટ શરુ કરે છે,અને હાથ ચાલાકી થી મુસાફરનાં પેન્ટનાં ખિસ્સા માંથી મોબાઈલ,કે રૂપિયા ભારે પર્સની ચોરી કરી લે છે,અને મુસાફરને રિક્ષામાં બેસતા ન ફાવતું હોય તો અધ વચ્ચે જ માર્ગમાં ઉતારીને ટોળકી રિક્ષા લઈને ફરાર થઇ જાય છે.

આગાઉ અંકલેશ્વર પોલીસે આવી ટોળકીની ધરપકડ કરી હતી,જોકે અંકલેશ્વરમાં ફરી એક વખત આવા તત્વો શક્રિય બન્યા છે,જેના કારણે રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરોમાં ચિંતાનાં વાદળો ઘેરાયા છે.

નોંધવુ ઘટે કે અન્ય શહેરોમાં રિક્ષા ડ્રાઈવરની સીટ પાછળ તેનાં નામ ,સરનામા,લાયસન્સ નંબર ,મોબાઈલ નંબર સહિતની માહિતી લખવામાં આવે છે,તે મુજબ અંકલેશ્વરમાં પણ પોલીસ તંત્ર દ્વારા રિક્ષા ચાલકો પાસે જાગૃતતાનાં ભાગરૂપે આ નિયમનું પાલન કરાવવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે,તેમજ ખુદ સ્થાનિક રિક્ષા એસોશિએશન અને રિક્ષા ચાલકો પણ આવી ઘટનાઓ ને અટકાવવા માટે જાગૃતતા દર્શાવે તે પણ જરૂરી છે.

Next Story