Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં 6 વર્ષના બાળકના અપહરણ કાંડમાં આરોપી મહિલાના ઘરમાંથી મળ્યું બાળકનું કંકાલ

અંકલેશ્વરમાં 6 વર્ષના બાળકના અપહરણ કાંડમાં આરોપી મહિલાના ઘરમાંથી મળ્યું બાળકનું કંકાલ
X

અંકલેશ્વરમાં 6 વર્ષના બાળકના અપહરણના ગુન્હામાં સંડોવાયેલ મહિલાના ઘરના પાછળના ભાગેથી અન્ય બાળકનું કંકાલ મળી આવ્યું.

થોડાક દિવસ અગાઉ બહાર આવેલી બાળકના અપહરણ ની ઘટના માં પોલીસ દ્વારા આરોપી મહિલાની સખ્તાઈ પૂછતાછ કરતા વર્ષ 2017 માં અન્ય એક બાળકનું અપહરણ કરી તેનું ખુન કરી પોતાના ઘરની પાછળના ભાગમાં દાટી દિધો હોવાની કબૂલાત કરી હતી.

https://youtu.be/ixgqEvjhYdI

સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણ બાળકોના અપહરણ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક બાળકનો કંકાલ મળી આવ્યો છે. જ્યારે ઘટના સ્થળે શહેર પોલીસ અને ભરૂચ એલસીબી પોલીસ તપાસ નો દોર શરૂ કરાયો છે.

હાલ શહેર પોલીસ વધુ તપાસ કરી રહી છે અને હજી પણ વધુ આવા ગુનાહો બહાર આવે એવી શક્યતાઓ સેવાઇ રહી છે.

Next Story