Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર અંદાડાના સરપંચની હત્યાના ચાર આરોપીઓને ઝડપી પાડતી પોલીસ

અંકલેશ્વર અંદાડાના સરપંચની હત્યાના ચાર આરોપીઓને ઝડપી પાડતી પોલીસ
X

આરોપી નારસંગ વાળાને પોલીસે દબોચી લેતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના સરપંચ સતિષ વસાવાની હત્યાની ઘટનામાં પોલીસે પંચાયતના સભ્ય સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના સરપંચ સતિષ સોમાભાઈ વસાવા તારીખ ૧૨મી એપ્રિલની સાંજથી રહસ્યમય રીતે ગુમ થયા હતા, પરંતુ ગુમસુદા સરપંચનો મૃતદેહ મળી આવતા ઘટનામાં નવો વળાંક આવ્યો છે.

શહેર પોલીસ દ્વારા સતિષ વસાવાને મંદિર જવાનું કહીને લઇ જનાર નારસંગ વાળાને દબોચી લેતા આખી ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. અને સરપંચ સતિષ વસાવા પાસે પંચાયતના સભ્ય કૃણાલ ચંદુભાઈ પરમારના ઓ જમીન એનએ કરાવવા માટે કાગળો પર ખોટી સહી કરાવવા માટે દબાણ કરતો હતો, પરંતુ સરપંચે સ્પષ્ટ ના પાડતા કૃણાલને આર્થિક નુકશાની ના કારણે તેને નારસંગ રામસંગ વાળા સાથે મળીને સતિષ ને અનિલ વસાવા અને નિલેશ વસાવા સાથે મળીને મોતને ઘાટ ઉતારી અને લાશને જમીનમાં દાટી દઈને પુરાવાનો નાશ કરવાની કોશિશ કરી હતી.

અંકલેશ્વર શહેર પોલીસે સરપંચ સતિષ વસાવાના હત્યારા તેઓના જ મિત્ર નારસંગ વાળા, પંચાયતના સભ્ય કૃણાલ પરમાર, અનિલ વસાવા અને નિલેશ વસાવાની ધરપકડ કરી હતી. અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથધરી હતી.

ઉલ્લેખનીય છે કે અંદાડા ગામ ભાજપનો ગઢ ગણાય છે, અને પંચાયતના સભ્ય પણ ભાજપનો જ કાર્યકર્તા હોય ઘટનામાં અન્ય માથાઓની પણ સંડોવણી હોવાની ચર્ચા લોક મોઢે ઉઠવા પામી છે, અને પોલીસ પણ ચકચારી ઘટનામાં તટસ્થ તપાસ કરે તેવી માંગ પણ ગ્રામજનો કરી રહયા છે.

આ અંગે ડીવાયએસપી અમિતા વાનાણી એ જણાવ્યુ હતુ કે ઘટનમાં ચાર આરોપીઓની ધરપકડ કરીને તેઓના રિમાન્ડ મેળવવા ની તજવીજ પોલીસ કરી રહી છે.

Next Story