Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર અને વાલિયાના ૫ ગામોને પાઈપ લાઈનથી રાંધણ ગેસ અપાશે.

અંકલેશ્વર અને વાલિયાના ૫ ગામોને પાઈપ લાઈનથી રાંધણ ગેસ અપાશે.
X

હવે ભરૂચ જીલ્લામાં માત્ર શહેરોમાં નહીં પરંતુ ગુજરાત ગેસ દ્વારા પાઈપલાઈનથી ધીમે ધીમે ગામડાઓમાં ઘર દીઠ રાંધણ ગેસ લોકોને આપવાની સુવુધાઓ વિકસાવવામાં આવશે.

અંકલેશ્વરૂ તાલુકાના વધુ બે ગામો અને વાલીયા તાલુકાના ત્રણ ગામો મળીને અંદાજે પાંચ ગામોમાં વસવાટ કરતા કુટુંબોને ગુજરાત ગેસ દ્વારા પાઈપલાઈનથી ઘરે બેઠા ગેસ પુરવઠો આપવાની મંજુરી આપી દેવામાં આવી છે.

અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામ અને પીપળોદ ગામ તેમજ વાલીયા તાલુકાના લુણા,કરા અને પણસોલી ગ્રામપંચાયતો દ્વારા ઘર વપરાશ માટે રાંધણ ગેસ માટે ગુજરાત ગેસને રજુઆત કરવામાં આવી હતી.

આ પાંચ ગામોમાં અંદાજીત જાણવા મળ્યા મુજબ ૧૬૮૫ ઘરોમાં ૭૫૭૭ ની વસ્તીઓનો સમાવેશ થાય છે.ગુજરાત ગેસની વડી કચેરી ગાંધીનગર દ્વારા પાંચે પાંચ ગામોમાં ગુજરાત ગેસ પાઈપ લાઈન હેઠળ ઘર વપરાશ માટે રાંધણ ગેસ આપવાની મંજુરી આપી દીધી જાણવા છે.

Next Story