Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી માટેનો તખ્તો તૈયાર 

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી માટેનો તખ્તો તૈયાર 
X

30મી જુનના રોજ યોજાશે ચૂંટણી

અંકલેશ્વર ઉધોગ મંડળની ચૂંટણી 30મી જુનના રોજ યોજાનાર છે, જેમાં 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. આ ઉપરાંત રિઝર્વ કેટેગરીના ઉમેદવાર બિનહરીફ ચૂંટાતા જનરલ કેટેગરીના મેનેજીંગ કમિટીના 9 સભ્યો માટેનું મતદાન થશે.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચવા સહિતની પ્રક્રિયા પૂર્ણ થતા ચૂંટણીનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. જાણવા મળ્યા મુજબ 22 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જે માંથી બે ફોર્મ રિજેક્ટ થતા 20 ઉમેદવારો રહ્યા હતા, પરંતુ તેમાંથી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિને 10 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા આખરે જનરલ કેટેગરીની 9 સભ્ય સીટ માટે 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.

ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં હાલમાં સૌથી વધુ સભ્યોનું સંખ્યા બળ સહયોગ પેનેલનું છે, અને 30મી જૂનના રોજ યોજાનાર ચૂંટણીમાં પણ 9 ઉમેદવારો સહયોગ પેનલના છે, પરંતુ એક ઉમેદવારે અપક્ષ ઉમેદવારી કરીને પોતાના અક્ક્ડ વલણના કારણે આખરે આખી ચૂંટણીની પ્રક્રિયા યોજવામાં આવશે.

જ્યારે રિઝર્વ કેટેગરી માટે અર્જન વઘાસીયાએ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ તેમની સામે કોઈ ઉમેદવારી ન થતા તેઓ બિનહરીફ ચૂંટાય આવ્યા હતા.

ઉદ્યોગ મંડળ ચૂંટણીમાં ઉમેદવારોના નામ :-

- જશુ ચૌધરી

- જ્યંતી ડોબરીયા

- નિલેશ ગોંડલીયા

- હરેશભાઈ પટેલ

- હર્ષદભાઈ પટેલ

- જીતેન્દ્ર પટેલ

- નટુ પટેલ

- સુરેશ પટેલ

- પ્રવીણ તેરૈયા

- રાકેશ વેંકરીયા

Next Story