Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં પ્રમુખ તરીકે મહેશભાઈ પટેલની વરણી

અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં પ્રમુખ તરીકે મહેશભાઈ પટેલની વરણી
X

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં સહયોગ પેનલનો વિજય થયા બાદ તારીખ 14મી શુક્રવારના રોજ જનરલ મિટિંગ મળી હતી, જેમાં પ્રમુખ તરીકે મહેશભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ગત તારીખ 30મી જુનના રોજ ચૂંટણી યોજાઈ હતી, જેમાં સહયોગ પેનલનો વિજય થયો હતો. ચૂંટણી બાદ ઉદ્યોગ મંડળના સભાખંડ ખાતે જનરલ મિટિંગ મળી હતી, જેમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિતના મહત્વના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે મહેશભાઈ પટેલ,ઉપપ્રમુખ તરીકે જશુભાઈ ચૌધરી, અને ઇકબાલભાઈ નાથાણીની વરણી કરવામાં આવી હતી, જ્યારે સેક્રેટરી તરીકે જયેશભાઈ પટેલ, ખજાનચી તરીકે નટુભાઈ પટેલ તેમજ જોઈન્ટ સેક્રેટરી પદે અમુલકભાઈ પટેલ અને જયંતિભાઈ ડોબરીયાની નિમણૂંક કરવામાં આવી હતી.

Next Story