Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા શાળા ને સુવિધાઓથી સજ્જ માં શારદાદેવી ભવનની ભેટ અપાઈ.

અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા શાળા ને સુવિધાઓથી સજ્જ માં શારદાદેવી  ભવનની ભેટ અપાઈ.
X

અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ અંગ્રેજી માધ્યમ,એસ.વી.ઈ.એમ. ગુજરાતી માધ્યમ સ્કુલ તથા સ્વામી વિવેકાનંદ એકેડમીમાં ઉજવાતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે માં શારદાદેવી ભવન હોલ નું નિર્માણ કરવામાં આવ્યું છે.1000 લોકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા સાથે વાતાનુકુલિત સહીત અત્યાધુનિક સુવિધા સભર આ સભાખંડ ને બનાવવામાં આવ્યો છે.

તારીખ 8મી એપ્રિલ ચૈત્ર નવરાત્રી ના શુભ અવસર પ્રસંગે માં શારદાદેવી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉદ્દઘાટક તરીકે રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરીયલ વડોદરા ના સ્વામી નિખીલેશ્વર નંદજી તથા ભરૂચ એમિટી સ્કુલના રણછોડ એમ.શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

newsarda

આ પ્રસંગે સ્વામી નિખીલેશ્વર નંદજીએ આશીર્વચન આપતા જણવ્યું હતું કે શાળા નું સંચાલન જ સ્વામી વિવેકાનંદ ના નામથી થતું હોય તો તે ક્યારેય પાછી પડતી નથી.અને તેઓએ સભાખંડ નું નામ માં શારદાદેવી ભવન રાખ્યું હોવાથી ખુબજ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

કાર્યક્રમમાં શાળા ના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા.અંકલેશ્વર નગરપાલિકા ના પ્રમુખ મીનાબહેન પટેલ,અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ ના ડો.મહેન્દ્ર પંચાલ,કિશોર સુરતી,ભુપેન્દ્ર શ્રોફ,સહીત શાળા ના શિક્ષકો,કર્મચારીઓ,વિદ્યાર્થીઓ ,વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.જયારે લોકાર્પણ કાર્યક્રમ ના અંતે શાળા ના આચાર્ય મીલેન્દ્ર સિંહ કેસરોલાએ આભારવિધિ કરી હતી.

Next Story