Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર એસેટ 18(બી) માંથી નીકળવા 200 કરોડના પ્રોજેક્ટ અમલમાં મુકશે

અંકલેશ્વર એસેટ 18(બી) માંથી નીકળવા 200 કરોડના પ્રોજેક્ટ અમલમાં મુકશે
X

અંકલેશ્વર અને પાનોલી ઉદ્યોગ મંડળ સહયોગ થી જીપીસીબી અને જીઆઇડીસી તેમજ રાજ્ય સરકાર પ્રયત્ન થી ક્રીટીકલ ઝોન માંથી બહાર નીકળ્યા બાદ હવે છેલ્લા 1 વર્ષ થી ઉદ્યોગોના વિસ્તુતિકારણ માટે બાધા રૂપ સીપીસીબીની 18 (બી) એક્ટ દૂર કરવા માટે 200 કરોડના ખર્ચે અંકલેશ્વર એસેટમાં 3 પ્રોજેક્ટ ઉભા કરવામાં આવશે। ગાંધીનગર ખાતે જીપીસીબી, જીઆઇડીસી અને એ.આઈ. એના સભ્યો સાથે મળેલી બેઠકમાં આ બાબતે જરૂરી મંજૂરીની મોહર મારવા આવી છે.

ગાંધીનગર ખાતે બુધવારના રોજ જીઆઇડીસી તેમજ રાજ્યના જીપીસીબી પર્યાવરણ વિભાગની મળેલી બેઠક માં એ.આઈ.એની સંયુક્ત બેઠક યોજવામાં આવી હતી. જેમાં જીઆઇડીસી ના એમડી ડી. થારા। પર્યાવરણ અને જીપીસીબી સચિવ અરવિંદ અગ્રવાલ. સહીત જીપીસીબીના ઉચ્ચ અધિકારી અને એ.આઈ. એ પ્રમુખ મહેશ પટેલ અને સભ્યો સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં સરકાર ના સહયોગ થી અને તમામ વિભાગના સંકલન કરી ઉદ્યોગોની ભાગીદારી સાથે એ.આઈ. એ અને જી.આઈ.ડી.સી. તેમજ સરકાર દ્વારા અંદાજિત 200 કરોડના 3 પ્રોજેક્ટ ઉભા કરશે જે એક વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. ખાસ કરી સેપી આંક વધુ નીચો લાવી નોર્મલ કેટેગરીમાં લાવાનો પ્રયાસ કરવામાં આવશે જેથી ઉદ્યોગો એક્સપાન્શન માટે અવરોધ રૂપ 18(બી) એક્ટ દૂર કરી શકાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હોવાનું બેઠક માં ભાગ લેનાર એ.આઈ.એ પ્રમુખ મહેશ પટેલએ જણાવ્યું હતું.

અંકલેશ્વર તેમજ પાનોલીમાં ઉદ્યોગો પ્રદુષિત પાણી શુદ્ધ કરી દરિયામાં ઠાલવતા એનસીટી પ્રોજેક્ટને અપગ્રેડ કરવામાં આવશે 75 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે પ્લાન્ટને અદ્યતન બનાવી તેની કેપિસિટી 3000 થી 500 સી.ઓ.ડી કરવામાં આવશે. તેમજ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન માટે જરૂરી સુધારા એનસીટી ખાતે કરવામાં આવશે.

Next Story