Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર ખરોડ નજીક વોલ્વો અને ડમ્પર વચ્ચે અકસ્માત : ૨ ઘાયલ

અંકલેશ્વર ખરોડ નજીક વોલ્વો અને ડમ્પર વચ્ચે અકસ્માત : ૨ ઘાયલ
X

અંકલેશ્વર ભરૂચ નેશનલ હાઇવે પર હિલ્ટન હોટલ પાસે, સુરત થી અમદાવાદ જતી વોલ્વો બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં વોલ્વોના ડ્રાઇવર અને કંડક્ટરને ગંભીર ઇજાઓ થતા બંન્નેવને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતા.

અંકલેશ્વર ભરૂચ વચ્ચે નેશનલ હાઇવે પર ખરોડા નજીક, હોટલ હિલ્ટન પાસે, સુરત થી અમદાવાદ તરફના ટ્રેક ઉપર તા.૨૫મીના રોજ બપોરે આગળ ચાલતા ડમ્પરના ચાલકે ડમ્પર અચાનક ધીમું કરતા તેની પાછળ આવતી વોલ્વો બસ ભટકાય હતી. જેમાં બસના ડ્રાઈવર અને ક્લીનરને ગંભીર ઇજા પહોંચી હતી. અકસમાતના પગલે વોલ્વો બસ ઓટો લોક થઇ ગઈ હતી. જેના કારણે મુસાફરોનો અદભુત બચાવ તો થયો હતો પરંતુ મુસાફરો બસમાં અંદર ફસાઈ જતા એકસમયે શું થશે ?ની ચિંતામાં તેમના જીવ પડીકે બંધાઈ ગયા હતા.જો કે, મુસાફરો બસના કાચ તોડી સુખરૂપ બહાર નીકળ્યા હતા. ઘટનાને પગલે ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બસનો આગળનો કાચ તોડી ડ્રાઈવર, ક્લીનરને બહાર કાઢી તેમજ બસના મુસાફરો કે જેમને સામાન્ય ઇજાઓ પહોંચી હતી તેમને પણ બહાર કાઢી પ્રાથમિક સારવાર આપી હતી.અકસ્માતમાં ઘાયલ ડ્રાઇવર અને કંડકટરને વધુ સારવાર અર્થે જયાબેના મોદી હોસ્પીટલમાં ખસેડાયા છે.આ બનાવ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Next Story