Connect Gujarat
Featured

અંકલેશ્વર : ગડખોલ ફાટકની એન્ગલ તુટી પડતાં થયો ટ્રાફિકજામ

અંકલેશ્વર : ગડખોલ ફાટકની એન્ગલ તુટી પડતાં થયો ટ્રાફિકજામ
X

અંકલેશ્વરમાં ગડખોલ પાસે આવેલા રેલવે ફાટકની એન્ગલ અચાનક તુટી જતાં દોડધામ મચી ગઇ હતી. પીકઅવર્સમાં બનેલી ઘટનાના પગલે અંકલેશ્વર શહેર તરફથી આવતાં અને જતાં વાહનવ્યવહાર પર અસર પડી હતી. બે કલાક સુધી ચકકાજામ રહેતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. એન્ગલનો બોલ્ટ નીકળી જવાથી આ ઘટના બની હોવાનું જાણવા મળી રહયું છે.

ઘટના બાદ રેલવે વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને રીપેરીંગની કામગીરી શરૂ કરી દીધી હતી. સવા બે કલાકની જહેમત બાદ ફાટક ફરીથી કાર્યરત થઇ હતી. ફાટકમાં ઉભી થયેેલી સમસ્યાના પગલે બિકાનેર-યશવંતપુર એક્ષપ્રેસ, બાંદ્રા-હિસ્સાર એક્ષપ્રેસ તેમજ ભગતિસિંહ કોઠી એક્સપ્રેસ ટ્રેન 10 મિનિટ જેટલી મોડી પડી હતી. આરપીએફ તથા રેલવે પોલીસના જવાનોએ ખડેપગે રહી ટ્રાફિક નિયમન કર્યું હતું. ટ્રાફિકજામની અસર ભરૂચ -અંકલેશ્વર માર્ગ ઉપર પણ જોવા મળી હતી.

Next Story