Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા સંગીત સંધ્યા યોજાઈ

અંકલેશ્વર ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા સંગીત સંધ્યા યોજાઈ
X

આંખ, નાક, હોઠ, તાળવા વિના જન્મેલા ઉત્તમે સંગીત ના સૂરો રેલાવીને સૌ ને મંત્રમુગ્ધ કર્યા

અંકલેશ્વર ના ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા બાળકો માં છુપાયેલી સંગીત પ્રતિભા ને ઉજાગર કરવા માટે જીઆઇડીસી ના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

1

આ કાર્યક્રમ માં રાજકોટ ના ઉત્તમ મારુ નામના દિવ્યાંગ બાળકની દિવ્યતા સામે સૌ કોઈ અંજાય ગયા હતા. આંખ,નાક, હોઠ, તાળવા વિના જન્મેલા ઉત્તમ પર અત્યાર સુધીમાં 6 સર્જરી થઇ ચુકી છે. ભલે તે આજે દ્રષ્ટિહીન છે પરંતુ ભગવદ્દ ગીતા, ઉપનિષદ ગીતો ઉત્તમ ને કંઠસ્થ છે અને હવે તે કડકડાટ બોલે પણ છે. ઉત્તમને ભગવદ્દ ગીતા ના 700 શ્લોકો પણ કંઠસ્થ છે.

ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા આયોજીત સંગીત સંધ્યા ના કાર્યક્રમ પ્રસંગે ઉત્તમ મારુએ શાસ્ત્રીય રાગો સાથે સંગીત ની સુરાવલી રેલાવતા ઉપસ્થિત સૌ કોઈએ આ ક્ષણને ઈશ્વરીય કૃપા જ માની લીધી હતી.

2

આ ઉપરાંત કાર્યક્રમ માં ભાગ લેનાર બાળકો એ પણ આંખનો પલકારો ઝબકાવ્યા વિના ઉત્તમ ની અદ્દભુત સંગીત સુરાવલી ને માણીને પ્રોત્સાહિત થયા હતા.

આ પ્રસંગે ગાના મ્યુઝિક ગ્રુપના કન્વીનર નરેશ પુંજારા,મનોજ આનંદપુરા,ઉદ્યોગ અગ્રણી એન.કે.નાવડીયા સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story