Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : ચાની લારી ચલાવતાં દંપતિની પુત્રીએ કેમ સરકાર પાસે માંગી મદદ, જુઓ આ વિડીયો )

અંકલેશ્વર : ચાની લારી ચલાવતાં દંપતિની પુત્રીએ કેમ સરકાર પાસે માંગી મદદ, જુઓ આ વિડીયો )
X

દેશમાં લોકડાઉનને લંબાવવામાં આવતાં અનેક લોકો જે તે સ્થળોએ ફસાય ગયાં છે.

અંકલેશ્વરમાં ચાની લારી ચલાવતાં દંપત્તિની પુત્રી કેટલાય દિવસોથી પુનામાં અટવાય

પડી છે. તેની પાસે નાણા ખુટી જતાં આખરે તેણે વીડીયો પોસ્ટ કરી ગુજરાત અને

મહારાષ્ટ્ર સરકાર પાસે મદદ માંગી છે.

અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં ચાની લારી ધરાવતાં દંપત્તિની પુત્રી જીવનમાં

ઉંચી ઉડાન ભરવાના સ્વપનાઓ સાથે પુનામાં એરહોસ્ટેસની નોકરી કરવા માટે ગઇ હતી.

યુવતીની માતા અંધ હોવા છતાં પુત્રીના સ્વપ્ન પુર્ણ થાય તે માટે લારી પર અથાગ

પરિશ્રમ કરી રહી છે. કોરોના વાયરસના કારણે સરકારે પહેલાં 14મી એપ્રિલ સુધી લોકડાઉન આપ્યું હતું. દરમિયાન

યુવતીને ભરૂચની કોલેજમાં પ્રવેશ મળી જતાં તેણે નોકરી છોડી દીધી હતી. ભરૂચ પરત આવે

તે પહેલા લોકડાઉન લંબાવી દેવાતાં તેણે પુનામાં જ રહેવાનું નકકી કરી લીધું હતું.

લોકડાઉનને એક મહિનો પુરો થઇ ગયા બાદ હવે તેની પાસે નાણા ખુટી ગયાં છે અને

અંકલેશ્વર પરત આવવા માટે વાહન વ્યવહાર બંધ છે. નાણા વિના લાચાર બનેલી ઉર્વશી રાવલએ

આખરે ટવીટર પર એક વિડીયો પોસ્ટ કરી ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર પાસે મદદની માંગણી કરી છે.

Next Story