Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશન થી ફરાર ચોર ઝડપાયો

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશન થી ફરાર  ચોર ઝડપાયો
X

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વર માંથી ચોરીના ગુન્હામાં સંડોવાયેલ રીઢો ચોર જીઆઇડીસી પોલીસ સ્ટેશન

થી ફરાર થઈ ગયો હતો. ફરાર થયાના ગણતરીના કલાકોમાં પ્રતિન ચોકડી હોન્ડા શો રૂમ પાછળ ભાગે

સંતાયો હોવાની બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. રિમાન્ડ પર હતા દરમિયાન શિવમ પાંડે પોલીસ

મથક થી લધુ શંકા લોકઅબમાંથી બહાર આવ્યા બાદ પોલીસની નજર ચૂકવી બાથરૂમ સામે આવેલ

રૂમની બારી કૂદી ફરાર થઈ ગયોહતો.

જીઆઇડીસી પોલીસ જાણ થતાંજ પોલીસ ટીમ ચાર તરફ દોડ મૂકી હતી અને ઠેર ઠેર નાકા બંધી કરી ફરાર

શિવમ પાંડે ઝડપી પાડવાની કવાયત આરંભી હતી. અત્રે ઉલેખનીય છે. કે શિવમ પાંડે અગાવ અંકલેશ્વર

કોર્ટ માં પણ ચોરી કરી હતી. ત્યારે અત્યંત અઠંગ શિવમ પાંડેને ઝડપી પાડવા જિલ્લાની પોલીસ દોડતી

થઈ ગઈ હતી.

ગણતરીના કલાકોમાં ભરૂચ એલસીબી ટીમ દ્વારા બાતમી આધારે અંકલેશ્વર પ્રતિન ચોકડી વિસ્તારમાં

વેલહોન્ડા મોટર સાઇકલના શો રૂમ પાછળના ભાગેસંતાયો હોવાની બાતમી આધારે સર્ચ કરતા

શિવમ પાંડે પોલીસ હાથે ઝડપાયગયો હતો.

Next Story