Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર જીઆઇડીસી માંથી બે રીઢા ચોર ઝડપાયા

અંકલેશ્વર જીઆઇડીસી માંથી બે રીઢા ચોર ઝડપાયા
X

-- એલસીબી પોલીસે પાંચ મોબાઈલ તેમજ ચાંદીની અંગૂઠી મળીને 17,600નો મુદ્દામાલ જપ્ત કર્યો

અંકલેશ્વર જીઆઇડીસી માંથી ભરૂચ એલસીબી પોલીસે ચોરીનાં પાંચ મોબાઈલ ફોન તેમજ ચાંદીની ત્રણ પગની અંગૂઠીઓ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી.

ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીનાં આધારે પોલીસે જીઆઈડીસીની જલધારા ચોકડી પાસે થી શિવમ વિનોદ પાંડે રહે મંગલદીપ સોસાયટી, મીરાનગર પાસે અંકલેશ્વર તેમજ સંજય ઉર્ફે બંગાળી સન્યાસી ક્રિષ્ણા દાસ રહે નવી નગરી, ભડકોદ્રાનાં ઓ ને પાંચ નંગ મોબાઈલ અને ત્રણ ચાંદીની પગની અંગૂઠી સાથે ઝડપાઇ પાડયા હતા.

[gallery td_select_gallery_slide="slide" ids="43926,43927,43928,43929"]

પોલીસની સઘન પૂછપરછમાં આરોપીઓએ પાંચ પૈકી ત્રણ મોબાઈલ ફોન અને ત્રણ ચાંદીની પગની અંગૂઠી છ દિવસ અગાઉ કાપોદ્રા પાટિયા નજીક દ્વારકેશ પાર્ક માંથી અને એક મોબાઈલ ભડકોદ્રાનાં શિવ મંદિર પાસેની સોસાયટી માંથી અને અન્ય એક મોબાઈલ પ્રતિન ચોકડી પાસેથી કોઈકનાં ખિસ્સા માંથી ચોરી લીધો હોવાની કબૂલાત કરી હતી.

એલસીબી પોલીસે રૂપિયા 17,600નાં મુદ્દામાલ સાથે બંને આરોપીઓની ધરપકડ કરીને જીઆઇડીસી પોલીસને આગળની તપાસ સોંપી હતી.

Next Story