Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર જીઆઈડીસીના સરદાર પાર્ક ખાતે સ્ટ્રીટ રંગોળી સ્પર્ધા યોજાઈ

અંકલેશ્વર જીઆઈડીસીના સરદાર પાર્ક ખાતે સ્ટ્રીટ રંગોળી સ્પર્ધા યોજાઈ
X

અંકલેશ્વર જીઆઈડીસીના સરદાર પાર્ક ખાતે ઇનર વ્હીલ ક્લબ દ્વારા સ્ટ્રીટ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ સ્પર્ધામાં 13 મહિલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લઈને ટચ અ હાર્ટ, ભારતીય તહેવાર અને દીકરી ભણાવો થીમ પર સ્ટ્રીટ રંગોળી બનાવી હતી.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ ચંદ્રેશ દેવાણી, ફર્સ્ટ લેડીના બિંદુબેન વ્યાસ, તથા નિર્ણાયક તરીકે પી.પી.સવાણી સ્કૂલના આર્ટ શિક્ષક ચિરાગ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

f40c3b9a-ccf2-4a0f-95d2-a7ccac466ea6

સ્પર્ધામાં ટચ અ હાર્ટની થીમ પર બનાવવામાં આવેલ માઁ અને બાળકીની રંગોળીની પ્રથમ પસંદગી થઇ હતી, અને આ સુંદર રંગોળી બનાવનાર રાજુલબેન બ્રહ્મભટ્ટ ને પ્રથમ ઇનામ આપીને પ્રોત્સાહન પુરુ પાડવામાં આવ્યુ હતુ. જયારે બીજા ક્રમાંકે બેટી બચાવો બેટી પઢાવો રંગોળી બનાવનાર આશાવારી ગાવડાલકર અને ત્રીજા સ્થાને શાળાની વિદ્યાર્થીની આરતી ગજેરા એ પણ બેટી બચાવો અને બેટી પઢાવો ની થીમ પર બનાવેલ રંગોળી ને પસંદ કરવામાં આવી હતી.

અંકલેશ્વર જીઆઈડીસી સરદાર પાર્ક ના માર્ગ પર દોરવામાં આવેલી રંગોળી એ લોકોમાં ભારે આકર્ષણ જગાવ્યુ હતુ અને સ્પર્ધાને સફળ બનાવવા માટે ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર ના પ્રમુખ અંજુબેન કાલરા, પ્રોજેક્ટ ચેરમેન મનિષા અરોર, જયશ્રી અમીપરા સહિતના ક્લબના સભ્યો એ જહેમત ઉઠાવી હતી.

Next Story