Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર પાલિકાને વેસ્ટ મેનેજમેન્ટનો એવોર્ડ, ઇન્દોરમાં યોજાયો એવોર્ડ સમારંભ

અંકલેશ્વર પાલિકાને વેસ્ટ મેનેજમેન્ટનો એવોર્ડ, ઇન્દોરમાં યોજાયો એવોર્ડ સમારંભ
X

વેસ્ટ ઝોનમાં 1 લાખ થી ઓછી વસ્તી ધરાવતી નગરપાલિકાઓમાં 5 રાજ્યોમાં પ્રથમ

સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત દેશભરમાં ચાલેલા વિવિધ ઝોનમાં 1 લાખ થી ઓછી વસ્તી ધરાવતી નગરપાલિકા 5 રાજ્યોમાં પ્રથમ આવી હતી. સમગ્ર ગુજરાત માંથી એક માત્ર અંકલેશ્વર નગરપાલિકા આવી છે. અંકલેશ્વર નગરપાલિકાને સમગ્ર દેશમાં બેસ્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે વેસ્ટ ઝોનમાં એવોર્ડ પ્રાપ્ત થયો છે. આજે મધ્યપ્રદેશનાં ઇન્દોર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પાલિકાના હોદ્દેદારોએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીની હજરીમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2018નું પરિણામ જાહેર કરતા વેસ્ટ ઝોનમાં અંકલેશ્વર નગરપાલિકાને બેસ્ટ સીટી ઈન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તરીકે પ્રથમ જાહેર કરી હતી. આ સર્વેમાં ઝોનમાં 4203 શહેરની સ્થાનિક નગરપાલિકામાં 4 થી જાન્યુઆરી થી 10 માર્ચ 2018 દરમિયાન સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે 40 કરોડ શહેરીજનોને 2700 સર્વેયર દ્વારા સર્વે કર્યો હતો. 2018માં 434 શહેરોનું સર્વે હાથ ધર્યુ હતું.

સ્વચ્છ ભારત મિશન અર્બનના મિશન ડાયરેક્ટર વી.કે.ઝીંદાલ તેમજ સેક્રેટરી દુર્ગા શંકર મિશ્રાની આગેવાનીમાં યોજવામાં આવ્યો હતો. જેમાં સર્વેમાં રેકોર્ડ બ્રેક 37.66 લાખ શહેરીજનોના પ્રતિભાવ આવ્યા હતા. તેમજ 53.58 લાખ સ્વચ્છતા એપ્સ ડાઉનલોર્ડ કરાય હતી. અને 1.18 કરોડ શહેરીજનો દ્વારા સ્વચ્છતા એપ્સ ઉપર ઇન્ટરએક્શન કરી હતી. જે આધારે 3 કેટેગરી પાડી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સેવાની પ્રગતિના 35 ટકા સીધું મૂલ્યાંકન 35 ટક અને નાગરિક પ્રતિભાવ 30 ટકા મળી કુલ 100 ગુણ આધારિત મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

મૂલ્યાંકનમાં અંકલેશ્વર નગરપાલિકા સમગ્ર વેસ્ટ ઝોનમાં 1 લાખ થી ઓછી વસ્તીના શહેરોની કેટેગરીમાં બેસ્ટ સોલિડવેસ્ટ મેનેજમેન્ટ સીટી તરીકે પ્રથમ આવી એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. જે એવોર્ડ વિતરણ ઇન્દોર ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમ અંકલેશ્વર નગરપાલિકા ચીફ ઓફીસર પ્રશાંત પરીખ, પાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ, ઉપ પ્રમુખ નિલેશ પટેલ તેમજ કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ દ્વારા આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

Next Story