Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર પીરામણ ગામનાં તલાટીને આચારસંહિતાનાં ભંગ બદલ કરાયા સસ્પેન્ડ

અંકલેશ્વર પીરામણ ગામનાં તલાટીને આચારસંહિતાનાં ભંગ બદલ કરાયા સસ્પેન્ડ
X

અંકલેશ્વરમાં ચૂંટણી આચારસંહિતા બાદ પણ ફરજમાં તેનો અમલ નહિં કરી શકતા પીરામણ ગામનાં તલાટીને ભરૂચ DDO દ્વારા બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

જાણવા મળ્યા મુજબ અંકલેશ્વર તાલુકાનાં પીરામણ ગામનો એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે, જેમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા વાહન પર કોંગ્રેસનાં ઝંડા લાગેલા હતા. આ ઉપરાંત આચારસંહિતા બાદ પણ પીરામણ ગામનાં તલાટી મિલિન્દ ચૌધરીએ પંચાયતનાં સભ્યો સાથે મિટિંગ પણ કરી હતી.

જે અંગેની જાણ TDO સહિત ઉચ્ચક્ક્ષાએ કરવામાં આવતા આચારસંહિતાનાં ભંગ બદલ પીરામણ ગામનાં તલાટી મિલિન્દ ચૌધરીને DDO દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

Next Story