Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: પી.એમ મોદીના ડ્રિમ પ્રોજેકટ જ્યોતિગ્રામ ફિડરો ઠેર ઠેર બંધ

અંકલેશ્વર: પી.એમ મોદીના ડ્રિમ પ્રોજેકટ જ્યોતિગ્રામ ફિડરો ઠેર ઠેર બંધ
X

ઇન્ડસ્ટ્રીઝમા પણ બે-બે દિવસથી વિજપુરવઠો નથી ઉદ્યોગોની ગતિ ઠપ્પ

ભરૂચ જિલ્લાના ખેતી માટે વપરાતા ૨૧ ફીડર બંધ જ્યારે જી.આઇ.ડી.સી.ના ૧૭ માંથી ૭ ફીડર બંધ થતા છેલ્લા બે દિવસથી પી.એમ મોદીના ડ્રિમ પ્રોજેકટ જ્યોતિગ્રામ ફિડરો ઠેર ઠેર બંધ, ઇન્ડસ્ટ્રીઝમાં પણ બે-બે દિવસથી પુરવઠો નથી. ઉદ્યોગોની ગતિ પણ ઠપ્પ બની હતી. ગતરોજ રાતે વરસેલા વરસાદને પગલે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારોમાં છેલ્લા ૧૭ કલાકથી વીજળી ડૂલ થતા લોકોને ઉજાગરો કરવાનો વારો આવ્યો હતો.

ચોમાસા પહેલા દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સીના વિવિધ વિસ્તારોમાં પ્રી-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે બાદ મંગળવારના રોજ ચોમાસાની સિઝનના પહેલા જ વરસાદમાં વીજ કંપની પોલ ઉઘાડી પડી હતી. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના ઉદ્યોગો અને રહેણાંક એવા ૫૦ % જેટલા વિસ્તારોમાં ગતરોજ રાતે ખાબકેલા વરસાદને પગલે વીજ પુરવઠો ડુલ થયો હતો. જેને કારણે લોકોએ આખી રાત ઉજાગરા કરી ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

વિજ પૂરવઠો ડૂલ થયાને ૧૭ કલાક વીતી ગયા હોવા છતાં પણ સ્થીતી યથાવત રહેતા વીજ કંપનીની પ્રી-મોન્સુન કામગીરી સામે અનેક સવાલો સર્જાવા પામ્યા છે. અનેક રજૂઆત કરવા છતાં વીજ કંપનીની નિષ્કાળજીને પગલે લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવતા ગ્રાહકોએ થાકીને સી.એમ પોર્ટલ અને કલેકટર અને ઉર્જામંત્રાલય માં ફરિયાદ કરવા કવાયત હાથ ધરી હતી. આ ઘટનાથી લોકોમાં જી.ઇ.બી. પ્રત્યે રોષ ફેલાવા પામ્યો હતો.ઉલ્લેખનીય છે કે, Dgvcl અત્યંત ખરાબ પરિસ્થિતિ બાદ પણ ભરૂચના CEOએ પોતાના અધિકારીઓનો લુલો બચાવ કર્યો હતો અને સબ ઠીક હૈનું ગુણ ગાન કર્યું હતું.

Next Story