Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: બાઈક ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો

અંકલેશ્વર: બાઈક ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો
X

અંકલેશ્વર શહેરમાં બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલ વાલિયા તાલુકાના એક આરોપીની શહેર પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર શહેર પોલીસે થોડા દિવસો અગાઉ બાઈક ચોરી માં સરફુદ્દીન ગામના પ્રકાશ અરવિંદ વસાવાની અટકાયત કરી હતી તેની પૂછપરછ દરમ્યાન વાલિયા તાલુકાના ફડકોઈ ગામનો કિશન માનસીંગ વસાવા પણબાઈક ચોરીમાં સંડોવાયેલો હોવાનું જણાવતા શહેર પોલીસે કિશન વસાવા ની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે શહેરના ત્રણ રસ્તા સર્કલ પાસેથી ગત તારીખ ૧૪ ફેબ્રુઆરીમાં સ્પ્લેન્ડરની ચોરી કરી હતી અને શહેરના એસટી ડેપો ના પાર્કિંગ માંથી ૧૮ ફેબ્રુઆરીના રોજ સ્પ્લેન્ડરની ચોરી કરી હતી. શહેર પોલીસે કિશન વસાવા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story