Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર માંથી એલસીબી તેમજ શહેર પોલીસે આંકડાનો જુગાર રમતા જુગારીયાઓની કરી ધરપકડ

અંકલેશ્વર માંથી એલસીબી તેમજ શહેર પોલીસે આંકડાનો જુગાર રમતા જુગારીયાઓની કરી ધરપકડ
X

અંકલેશ્વર શહેરની નવી નગરી માં આંકડાનો જુગાર રમાડતી મહિલા ના જુગાર ધામ પર ભરૂચ એલસીબી પોલીસે દરોડા પાડયા હતા,અને આંકડાનો જુગાર રમાડતી મહિલા સહિત 12 જુગારીયાઓની ધરપકડ કરીને રૂપિયા 31060નો મુદ્દામાલ એલસીબી પોલીસે જપ્ત કર્યો હતો.

બનાવ અંગે શહેર પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરવામાં આવી છે.

જયારે શહેરના જિન ફળિયામાં ચાલતા જુગારધામ પર શહેર પોલીસના સુત્રોએ રેડ કરી હતી અને જુગાર રમતા 2 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડીને રૂપિયા 16690નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. પરંતુ એક જુગારી પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા ભરૂચ જિલ્લામાં જુગાર તેમજ દારૂ ની બદી પર તવાઈ બોલાવવામાં આવતા સ્થાનિક પોલીસ અચાનક એક્શનમાં આવી ગઈ છે.

Next Story