Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર માંથી લોખંડનાં ભંગાર સાથે બે ઝડપાયા

અંકલેશ્વર માંથી લોખંડનાં ભંગાર સાથે બે ઝડપાયા
X

-- જીઆઇડીસી પોલીસે સ્ક્રેપ,ત્રણ મોબાઈલ અને ટેમ્પો મળીને રૂપિયા 2.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 8ને અડીને આવેલ નોબલ માર્કેટ તરફ જતા અને શંકાસ્પદ લોખંડનો ભંગાર ભરેલા ટેમ્પા સાથે જીઆઇડીસી પોલીસે બે શખ્સોની ધરપકડ કરી હતી.

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસનાં સૂત્રો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને એક ટેમ્પો શંકાસ્પદ લોખંડનો ભંગાર ભરીને પસાર થઇ રહ્યો હોવાની બાતમી મળી હતી, જે બાતમીનાં આધારે પોલીસે ને.હા. નં 8 નોબલ માર્કેટ નજીક વોચ ગોઠવી હતી, તે દરમિયાન ટાટા એસી ફોર વ્હીલ ટેમ્પો શંકાસ્પદ રીતે પસાર થતા પોલીસે ટેમ્પો અટકાવ્યો હતો.

પોલીસે ટેમ્પાની તલાસી લેતા તે માંથી લોખંડનો ભંગાર મળી આવ્યો હતો, અને જે અંગે પોલીસે ટેમ્પો ચાલક સિરાજ નસરુભાઈ શેખ અને અનીશ રસીદ શાહ બંને રહેવાશી અંસાર માર્કેટ, અંકલેશ્વરનાં ઓ પાસે બિલ અને પુરાવા માંગતા તેઓએ આપી શક્યા નહોતા.

જીઆઇડીસી પોલીસે લોખંડનો ભંગાર ચોરીનો હોવાની આશંકા વ્યક્ત કરીને ભંગારની કિંમત રૂપિયા 24,450, ત્રણ મોબાઈલ ફોન 10,500, ટેમ્પો કિંમત રૂપિયા 2.10 લાખ મળીને કુલ રૂપિયા 2,44,950નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરુ કરી છે.

Next Story