Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,બુટલેગર ફરાર

અંકલેશ્વર માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,બુટલેગર ફરાર
X

અંકલેશ્વર શહેરનાં ગામ તળાવની ઝાડીઓમાં સંતાડવામાં આવેલો વિદેશી શરાબનો જથ્થો શહેર પોલીસે ઝડપી પાડયો હતો. જોકે બુટલેગર ફરાર થઇ ગયો હતો.

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીનાં આધારે તાડ ફળીયા નજીકનાં ગામ તળાવ પાસેની ઝાડીઓમાં બુટલેગર દ્વારા સંતાડવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો શોધીને ઝડપી પાડયો હતો.

શહેર પોલીસે વિદેશી દારૂની વિવિધ બોટલો કિંમત રૂપિયા આશરે 39,500નો મુદ્દમાલ જપ્ત કર્યો હતો, જોકે જે બુટલેગરે આ શરાબ સંતાડયો હતો તે બુટલેગર વિજય દલપતભાઈ વસાવા ફરાર થઇ ગયો હતો.

શહેર પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને ફરાર બુટલેગરને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story