Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર શુભમ રેસિડન્સીમાં પાર્ક કરેલ બાઈકની ઉઠાંતરી

અંકલેશ્વર શુભમ રેસિડન્સીમાં પાર્ક કરેલ બાઈકની ઉઠાંતરી
X

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ શુભમ રેસિડન્સી પાસે મામલતદાર ઓફિસ સામે જીમમાં કસરત કરવા આવેલ યુવાનની બાઈકની ચોરી થઇ હતી.

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ શુભમ રેસિડન્સીમાં રહેતા અભિષેક પાંડે મામલતદાર ઓફિસ સામે આવેલ પરેશભાઈનાં જીમમાં કસરત માટે આવ્યા હતા. અને બહાર મોટર સાઇકલ પાર્ક કરી હતી.

જીમ માંથી કસરત કર્યા બાદ પરત ફરતા પાર્ક કરેલી જગ્યા પર બાઈક મળી આવી નહોતી.અને ભારે શોધખોળ બાદ પણ બાઈક ન મળતા આખરે ત્રીજી જાન્યુઆરીનાં રોજ ચોરી થયેલ સ્પેલન્ડર પ્રો બાઈક ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Next Story