Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: સુપ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશજી મંદિર ખાતે અંગારકી ચોથ નિમિત્તે ગણેશયાગ, મહાઆરતીનું આયોજન કરાયું

અંકલેશ્વર: સુપ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશજી મંદિર ખાતે અંગારકી ચોથ નિમિત્તે ગણેશયાગ, મહાઆરતીનું આયોજન કરાયું
X

અંકલેશ્વરના ઐતિહાસિક પૌરાણિક તીર્થ ક્ષેત્ર રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશજી મંદિર ખાતે મંગળવારના રોજ અંગારકી ચોથ અનુલક્ષીને ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મહા આરતી સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમનો યોજાવામાં આવ્યા હતા. જેનો મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો. અને ભગવાન ગણેશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="78641,78642"]

અંકલેશ્વરના સુપ્રસિદ્ધ અને શીઘ્ર ફળ આપનાર ક્ષિપ્રા ગણેશજી મંદિર ખાતે ૨૫મી ડિસેમ્બરના રોજ વર્ષની ત્રીજી અંગારકી ચોથ અને મંગળવારના સુભંગ સમન્વય અનુલક્ષી ગણેશ યાગ, તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ શુભ ફળોની પ્રાપ્તિ અને ગણેશ ઉપાસના માટે અંગારકી ચોથ નું ખૂબ મહત્વ છે.

આમ તો મહિનામાં ગણેશ ચતુર્થી બે વખત આવે છે. ૫રંતુ તા.૨૫મીની ગણેશ ચતુર્થીનું કંઇક વિશેષ જ મહત્વ છે. પૂનમ ૫છી આવતી અને સંકષ્ટી ચોથ તરીકે ઓળખાતો આ દિવસ મંગળવારે આવ્યો હોવાથી તેને અંગારકી ચોથ તરીકે ૫ણ માનવામાં આવે છે. જ્યોતિષ અને ધાર્મિક માન્યતા અનુસાર આજના દિવસનું ખુબ જ મહાત્મ્ય છે.

એક એવી માન્યતા છે કે આજે અંગારકી ચોથનું વ્રત કરવાથી આખા વર્ષની ચોથના વ્રતનું ફળ મળી જાય છે. આ દિવસ પાછળનું મહાત્મ્ય કંઇક એવુ છે કે મંગળદેવે કરેલા તપ થી પ્રસન્ન થઇને ગણેશજીએ તેમને વરદાન આપ્યુ હતું કે, મંગળવારના દિવસે ચોથ આવશે અને તે દિવસે કોઇ વ્રત રાખશે તો આખા વર્ષના વ્રતનું પૂણ્ય પ્રાપ્‍ત થશે. તથા આ દિવસને અંગારકી ચોથ તરીકે ઓળખવામાં આવશે

Next Story