Connect Gujarat

અંકલેશ્વર-હાંસોટ માર્ગ પર ફાયર ટેન્ડર અને બાઇક વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત

અંકલેશ્વર-હાંસોટ માર્ગ પર ફાયર ટેન્ડર અને બાઇક વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત
X

અંકલેશ્વર-હાંસોટ માર્ગ આમલા ખાડી પાસે ફાયર ટેન્ડર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં બાઇકસવાર પિતા-પુત્રને ગંભીર ઇજાઓ પહોંચતા બન્નેના કરૂણ મોત નિપજ્યા હતા.

અંકલેશ્વર તાલુકાના માટીયેડ ગામના દૂધ ડેરી ફળિયામાં રહેતા 35 વર્ષિય નિતેષ મનસુખભાઇ પટેલ પોતાના 6 વર્ષિય પુત્ર નીલ સાથે અંકલેશ્વર આવી રહ્યા હતા. ત્યારે હાંસોટ માર્ગ પર ફાયરબંબાના ચાલકે ગફલતભરી રીતે ગાડી હંકારતા નિતેષભાઇની બાઇકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.

13138916_1604704019750333_4890577346480225060_nમાર્ગ અકસ્માતમાં પિતા-પુત્રને ગંભીર ઇજાઓ પહોંચતા બન્નેના સ્થળ પર જ કરૂણ મોત થયા હતા.અકસ્માત બાદ ફાયરબંબાનો ચાલક ફાયર ટેન્ડર છોડીને ફરાર થઇ ગયો હતો.

ઘટનાની જાણ થતાં માટીયેડ ગામના રહીશો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અંકલેશ્વર પોલીસે મૃતક પિતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story