Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર-હાંસોટ વચ્ચેનું એક માત્ર પશુચિકિત્સાલય બન્યું ખંડેર

અંકલેશ્વર-હાંસોટ વચ્ચેનું એક માત્ર પશુચિકિત્સાલય બન્યું ખંડેર
X

સુવિધાના નામે મીંડું વળતા પશુપાલકો પરેશાન.

અંકલેશ્વર, હાંસોટ તાલુકા વચ્ચે નો એકમાત્ર પશુ ચિકિત્સાલય જેની ઉપર નભે છે. 102 જેટલા ગામોના પશુ પાલકો, આ ચિકિત્સાલયમાં 50 ટકા પણ મંજુર મહેકમ નથી અને જે છે એ પણ આવનારા 3 થી 4 માસ માં રીટાયર થઇ જશે.

અંકલેશ્વર અને હાંસોટ તાલુકા મળી કુલ 102 ગામ થાય છે જેની વસ્તી છે 8 લાખ ની, આ વિસ્તારો માં મુખ્યત્વ લોકો ની રોજી રોટી પશુ પાલન કરીને થાય છે પરંતુ આ ગ્રામજનો ને સહાય કરવા માત્ર એકજ પશુચિકિત્સાલય છે અને એ પણ ખંડેર ની હાલત માં. આ હોસ્પિટલ ફક્ત નામ પૂરતો છે કારણકે હોસ્પિટલ માં કોઈ સાધનો ઉપલ્ભધ નથી, ના છત છે ના દિવાલોના ઠેકાણા ગરીબ મૂંગા પ્રાણીઓની સારવાર બહાર રોડ ઉપર કરવામાં આવે છે અને શેહર ના દાતાઓ થકી મળતા દાન થી હોસ્પિટલ ચાલે છે.

આશરે 8000 સ્ક્વેરમીટરની વિશાળ જગ્યા હોસ્પિટલ ચલાવા માટે 1960માં એક પારસી પરિવારે આપી હતી. આ પારસી પરિવારે હોસ્પિટલ ની સાથે સાથે પ્રજા ને ઇમર્જન્સી સેવા મળી શકે તે માટે તબીબ નું ઘર અને બેજુબાન જાનવરો ને બાંધવા માટે તબેલો પણ બનાવી આપ્યો હતો.

પરંતુ હાલ આ વિશાળ જગ્યા માં ફક્ત ખંડેર સિવાય કઈંજ રહું નથી 1960 થી લઇ આજ દિન સુધી કોઈ પણ સરકારે આ હોસ્પિટલ ના સમારકામ ની તસ્દી લીધી નથી. હોસ્પિટલ માં આવતા વધુ માં વધુ જાનવરો ને સુવિધા ના અભાવે ભરૂચ એટલે કે આ હોસ્પિટલ કરતા 22 કિમિ દૂર ટ્રાન્સફર કરવામાં આવે છે. જેના કારણે ગરીબ પશુપાલકો પણ પીસાઈ રહયા છે અને અબોલ પશુઓ ની મૃત્યુઆંક માં પણ વધારો થયો છે.

વરસાદ ના સમયે હોસ્પિટલ ની અંદર અને બહાર માં કોઈ ફર્ક રહેતો નથી અંદર પણ પાણી અને બહાર પણ પાણી હોસ્પિટલની દવાઓને જેમ તેમ તાડપત્રી નાખી બચાવમાં આવે છે. હદ તો એ છે કે ખુદ પશુ ચિકિત્સકે પોતાની મુસીબતની આપ વીતી જણાવી અને કહયું કે હા હું વરસાદમાં તાડપત્રી નીચે બેસી હોસ્પિટલ ચલાવું છું.

એવું નથી કે ગુજરાત પશુ પાલન વિભાગને આ હોસ્પિટલના નવીનીકરણ અથવા સમારકામમાં રસ નથી પણ પશુ પાલન વિભાગે ઘણી વાર આ હોસ્પિટલના નવીનીકરણ માટે પેહેલ કરી અને લેખિતમાં દરખાસ્ત મંગાવી પરંતુ જિલ્લા પંચાયત ભરૂચના રોડ અને બિલ્ડીંગ વિભાગ દ્વારા કોઈ સહકાર પશુ પાલન વિભાગને અપાતો નથી. જેના કારણે હોસ્પિટલ માટે ફાળવાયેલ ગ્રાન્ટ પાછી જાય છે. ભરૂચ નાયબ નિયામક પશુ પાલન વિભાગનો સંપર્ક કરાતા તેઓ એ હોસ્પિટલ 2019 માં નવું બનવાની બાંહેદરી આપી છે.

ચાલો મોડે મોડે પણ જાગ્યા તો ખરા...! પશુ પાલન વિભાગ દ્વારા આ ચિકિત્સાલય ના નવીનીકરણ માટે હકારાત્મક અભિગમ તો બતાવ્યો છે પણ ગ્રાંટો ની આવન જાવન માં સંતાકૂકડી રમી રહેલો માર્ગ અને મકાન વિભાગ કેટલો સાથ આપે છે એ જોવું રહ્યું.

Next Story