Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર GIDCમાં યુવકે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

અંકલેશ્વર GIDCમાં યુવકે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા
X

અંકલેશ્વર જીઆઇડીસીમાં એક કંપનીનાં રૂમમાં યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી હતી.

પોલીસ સુત્રીય માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશનો અને હાલ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ નવનીત પ્રોડક્ટ કંપનીમાં કામ કરતો અને કંપનીનાં રૂમમાં રહેતો ૨૦ વર્ષીય શિવકુમાર વિષ્ણુકુમારસિંહ કોઈ અગમ્ય કારણોસર રૂમની છત ઉપર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

ઘટના અંગેની જાણ કંપનીનાં સંચાલકોને જાણ કરાતા તેઓ દોડી આવી હતા ,અને જીઆઇડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ દોડી આવી શિવકુમારનાં મૃતદેહને પી.એમ અર્થે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story