Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર GIDCમાં 3.50 કરોડની લૂંટથી ચકચાર, પરિવારને બનાવ્યો હતો બંધક

અંકલેશ્વર GIDCમાં 3.50 કરોડની લૂંટથી ચકચાર, પરિવારને બનાવ્યો હતો બંધક
X

અર્ટિગા કાર લઈને આવેલાં 4 શખ્સોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યાની ઘટના સીસીટીવીમાં કેદ

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ગુરુકૃપા સોસાયટીનાં એક મકાનમાં રાત્રિનાં સમયે અર્ટિગા કાર લઈને આવેલા લૂંટારુઓએ 3.50 કરોડની લૂંટની ઘટના સામે આવતાં ચકચાર મચી છે. પરિવારનાં સભ્યો મનસુખ રાદરિયા, પત્ની અને પુત્રને કોઈક અજાણ્યા શખ્સોએ કેફી પદાર્થ સુઘાંડી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. જીઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધાતાં હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી જલધારા ચોકડી નજીકની ગુરૂકૃપા સોસાયટીમાં મનસુખ નારણ રાદડિયા તેમનાં પરિવાર સાથે રહે છે. ગત રાત્રિનાં સમયે 4 અજાણ્યા શખ્સોએ ઘરમાં ધસી આવી પરિવારને બાનમાં લીધો હતો. તેમને ધમકી આપી ભયભીત કર્યા હતા. બાદમાં માળિયામાં અને કબાટમાં મુકેલાં પોટલાંઓમાંથી અંદાજે રૂપિયા 3.50 કરોડ ઉપરાંતની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.

4 લૂંટારૂઓ રાદરિયા પરિવારના ઘરની સામેનાં મકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. લૂંટની ઘટના એંગે પરિવારે તરત જ જીઆઈડીસી પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ કબજે કરીને તપાસ હાથ ધરી છે.

જીઆઈડીસી પોલીસ મથકનાં પી.આઈ. આર.કે ધૂળિયાએ જણાવ્યું હતું કે, ગુરૂકૃપા સોસાયટીમાં ગત રાત્રિના સમયે આવેલા 4 શખ્સો મારુતિ અર્ટિગા કારમાં આવ્યા હતા. જેમણે પરિવારનાં ત્રણ સભ્યોને મોઢા ઉપર કલોરોફોર્મ જેવું ઘેનયુક્ત પદાર્થ સૂંઘડી મોઢું દબાવીને બંદૂક જેવું હથિયાર મૂકી અંદરના રૂમમાં ઢસડી જઈને પલંગ ઉપર બાંધી દઈ આશરે ૩ કરોડ ૫૦ લાખની લૂંટ ચલાવી એક મોબાઈલ લઈને ફારા થઈ ગયા છે. આ ઘટનાં નજીકનાં ઘરમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થતાં તે કબજે લઈને વિવિધ દિશામાં તપાસ ચાલી રહી છે.

Next Story