Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર GIDC પોલીસે બાઈક ચોરીમાં સંડોવાયેલ લબરમૂછિયાને ઝડપી પાડ્યો

અંકલેશ્વર GIDC પોલીસે બાઈક ચોરીમાં સંડોવાયેલ લબરમૂછિયાને ઝડપી પાડ્યો
X

અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે બાઈક ચોરીમાં સંડોવાયેલ લબરમૂછિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસનો સ્ટાફ વાલિયા ચોકડી ખાતે વાહન ચેકીંગમાં હતો તે દરમિયાન અંકલેશ્વર બસ સ્ટેશન તરફથી બાઈક લઈને આવતા શંકાસ્પદ લબરમૂછિયાને પોલીસે અટકાવી બાઈકના જરૂરી દસ્તાવેજો માંગતા તેણે યોગ્ય જવાબ નહી આપતા પોલીસે તેની અટક કરી તેની વધુ પૂછપરછ કરતા તેણે બાઈક ચલાવવાનો શોખ ધરાવતો હોવાથી બાઈક ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.

પોલીસે તેની પાસેથી ચોરીની કુલ ચાર બાઈક જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે અંકલેશ્વર જી.આઈ.ડી.સી અને અંકલેશ્વર શહેરમાંથી ચોરી થયેલ ચાર ગુનાનો ભેદ ઉકેલી કાઢી ઝડપાયેલા લબરમૂછિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story