Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર GIDC સર્વાઇવલ ટેક્નોલોજીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

અંકલેશ્વર GIDC સર્વાઇવલ ટેક્નોલોજીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
X

અંકલેશ્વર જીઆઇડીસીમાં બંધ હિમસન કંપનીના ગોડાઉનમાં સર્વાઇવલ ટેક્નોલોજી કંપની દ્વારા સંગ્રહ કરેલ કેમીકલ જથ્થામાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.જો કે 6 જેટલા ફાયર બ્રિગેડ દોડી આવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આ આગમાં કેમિકલ ભરેલા ડ્રમ ફાટતા 20 થી 25 ફૂટ ઉંચી અગનજવાળા સહિત ધુમાડા જોવા મળ્યા હતા.

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ હિમસન કંપની છેલ્લા કેટલાક વર્ષો થી બંધ હાલતમાં છે. જેના શેડમાં સર્વાઇવલ ટેક્નોલોજી કંપનીનું ગોડાઉન આવેલું છે. જેમાં કંપની દ્વારા વિવિધ કેમીકલના જથ્થાનો ડ્રમોમાં સંગ્રહ કરાયો હતો. આ ગોડાઉનમાં કોઈ કારણસર અચાનક આગ ફાટી નીકળી હતી અને જોતા જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગની જાણ ડીપીએમસી ફાયર સ્ટેશનમાં જાણ કરતા 6 જેટલા ફાયર બ્રિગેડ સાથે ફાયટરોએ દોડી આવી પાણીનો છંટકાવ કર્યો હતો. જો કે કેમિકલ ભરેલા ડ્રમ ફાટતા એક તબક્કે ત્યાં દહેશત ઉભી થઇ હતી.આ આગની ચપેટમાં આખું ગોડાઉન આવી જતા આગની જ્વાળાઓ 20 થી 25 ફૂટ ઉંચે સુધી જોવા મળી હતી.આ ઘટનાના પગલે જીઆઇડીસી પોલીસનો કાફલો દોડી આવી કંપની તરફ આવતા માર્ગને અવરજવર માટે બંધ કરાવ્યો હતો.ફાયર ફાયટરો દ્વારા બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગમાં કોઈ જાનહાની સર્જાય ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું

Next Story