Connect Gujarat
ગુજરાત

અંક્લેશ્વરની સીએમ એકેડમીના વિદ્યાર્થીઓ સ્પેનમાં ફૂટબોલ ટુર્નામેન્ટમાં કૌવત બતાવશે

અંક્લેશ્વરની સીએમ એકેડમીના વિદ્યાર્થીઓ સ્પેનમાં ફૂટબોલ ટુર્નામેન્ટમાં કૌવત બતાવશે
X

અંકલેશ્વર વાલિયા રોડને અડીને આવેલ ચંદ્રબાલા મોદી એકેડમીના 6 વિદ્યાર્થીઓ સ્પેન ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય ફૂટબોલની સ્પર્ધામાં ભાગ લેશે.

તારીખ 11 થી 15 જુલાઈ દરમિયાન સ્પેનના બાર્સેલોના ખાતે ફુટબોલની આંતરરાષ્ટ્રીય આઇબર કપ-2017ની ટુર્નામેન્ટ માટે સીએમ એકેડમીમાં અભ્યાસ કરતા અને ફૂટબોલની રમતમાં વિશેષ રુચી ધરાવતા 6 વિદ્યાર્થીઓની વડોદરા ફુટબોલ એકેડમી દ્વારા પસંદગી કરવામાં આવી છે.એકેડમીનાસીએમ એકેડમીના રાજવીર હાંસોટી, ધ્યેય પટેલ, મન કસુંદા, કુશ પટેલ, પ્રયાગ સાલ્વી અને જય પટેલની આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી છે, અને તેઓ તારીખ 7મી નાં રોજ તેમના એસ્કોર્ટ દિપેન પટેલ સાથે સ્પેન જવા માટે રવાના થયા હતા.

ઉલ્લેખનીય છે કે આ વિદ્યાર્થીઓ આગાઉ રાષ્ટ્રીય કક્ષાએ પણ ફૂટબોલ મેચમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.

શાળાના આચાર્ય અમર શ્રીવાસ્તવ, વાઇસ પ્રિન્સીપાલ રુદ્રેન્દ્ર બસાક, સ્પોર્ટસ એચઓડી ઘનશ્યામ જોષી અને કોચ ક્રિષ્ણા મહારાઉલજી સહિત શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળા તેમજ દેશનું ગૌરવ વધારે તે માટે શુભેચ્છા પાઠવી હતી.

Next Story