Connect Gujarat
ગુજરાત

અંગારેશ્વર પ્રાથમિક શાળામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દહેજ દ્વારા યોજાયો પાણી બચાવ ઝુંબેશ હેઠળનો કાર્યક્રમ

અંગારેશ્વર પ્રાથમિક શાળામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દહેજ દ્વારા યોજાયો પાણી બચાવ ઝુંબેશ હેઠળનો કાર્યક્રમ
X

વિશ્વ જળ દિવસ નિમિત્તે અંગારેશ્વર પ્રાથમિક શાળામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દહેજ દ્વારા પાણી બચાવ ઝુંબેશ હેઠળનો કાર્યક્રમ રજૂ કરી બાળકો સાથે ચિત્ર સ્પર્ધા જેવી વિવિધ હરીફાઈનો આયોજન કરવામાં આવ્યું હતું.

તા.19/03/2019ના રોજ અંગારેશ્વર પ્રાથમિક શાળામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દહેજ મેનેજમેન્ટ દ્વારા વિશ્વ જળ દિવસ નિમિત્તે પાણી બચાવ ઝુંબેશ હેઠળ વિવિધ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. સાથે સાથે પાણી બચાવ ઝુંબેશ હેઠળ વિવિધ સ્પર્ધાઓનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમે આવનાર બાળકોને સ્કૂલ બેગ, વોટર બેગ, કંપાસ કીટ વિગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="88246,88247,88248,88249,88250"]

કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે ગામના ઉપસરપંચ મહેશભાઈ પરમાર તેમજ સરપંચ દિપિકાબેન માછી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કંપની તરફથી C.S.R કોર્ડિનેટર હેમરાજ પટેલ, આનંદ સુતરીયા તેમજ અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમની આભાર વિધિ સ્કૂલના હેડ માસ્ટર ઘનશ્યામસિંહ પરમારે કરી હતી.

Next Story