Connect Gujarat
ગુજરાત

અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર

અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર
X

શ્રધ્ધાળુઓને આરતીનો લાભ મળે તે માટે લેવાયો નિર્ણય

અંબાજી ધામમાં સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયની માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

તા. 18મી એપ્રિલ ૨૦૧૯ના રોજથી અંબાજી મંદિરમાં સવારે અને સાંજે થતી માતાજીની આરતી સાથે હવે બપોરના ૧૨.૩૦ કલાકે પણ આરતી કરવામાં આવશે. અહી મંદિર સવારે ૧૧.૩૦ કલાકે બંધ થતું હતું, તે હવેથી ૧૦.૪૫ કલાકે બંધ થશે. અંબાજી મંદિરે આવતા શ્રધ્ધાળુઓને પોતાની યાત્રા સમય દરમિયાન ઘણી વાર મંદિરમાં થતી આરતીની લ્હાવો મળતો નથી, તે બાબતનું ખાસ ધ્યાન રાખી હવે બપોરના ૧૨.૩૦ કલાકે પણ આરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Next Story