Connect Gujarat
દેશ

અક્ષયની 'હાઉસફુલ 3'નું પોસ્ટર થયું રિલીઝ

અક્ષયની હાઉસફુલ 3નું પોસ્ટર થયું રિલીઝ
X

સાજિદ નડિયાદવાલાની 'હાઉસફુલ 3'નું પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. જેમાં બધા જ સ્ટાર્સ બ્લુ ડ્રેસમાં દેખાઇ રહ્યા છે. મલ્ટી સ્ટાર ફિલ્મમાં અક્ષયકુમાર,અભિષેક બચ્ચન,રિતેશ દેશમુખ, જેક્લિન ફર્નાન્ડિઝ, લિઝા હેડન અને નરગીસ ફખ્રી જેવા કલાકારો છે.

ફિલ્મના પોસ્ટરમાં અક્ષય જેક્લિન સાથે, અભિષેક નરગીસ ફખ્રી સાથે અને રિતેશ દેશમુખ લિઝા હેડન સાથે નજર આવી રહ્યો છે. હાઉસફુલની આ ત્રીજી સિરીઝ ચાર વર્ષના લાંબા ગાળા બાદ આવી રહી છે. અક્ષય કુમારે ટ્વિટ કરીને પોસ્ટર રિલીઝ થયાની જાણ કરી હતી તેમજ ફિલ્મના બીજા પણ કેટલાક ફોટો શેર કર્યા હતા.

Next Story