Connect Gujarat
દેશ

અચ્છે દિનની આશાઓ સાથે બજેટની આતુરતા પૂર્વક જોવાતી રાહ

અચ્છે દિનની આશાઓ સાથે  બજેટની આતુરતા પૂર્વક જોવાતી રાહ
X

નાણાંમંત્રી અરુણ જેટલી તારીખ 1લી ફેબ્રુઆરીનાં રોજ વર્ષ 2018નું બજેટ રજુ કરશે. ત્યારે આ વખતનું અંદાજપત્ર કેવું હશે તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે અચ્છે દિનની પરિકલ્પનાઓ સાથે સરકાર સામાન્ય માણસોને રાહતરૂપ બજેટ હશે તેવી આશા પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે.

આ વખતનાં બજેટમાં આવક પર મળનારી છૂટની સીમા વર્તમાન 2.5 લાખથી વધીને 3 લાખ રૂપિયા કરવામાં આવે તેવી સંભાવના છે. આવકનાં વર્તમાન ટેક્સ સ્લેબમાં ફેરફાર કરી છૂટને વધારવામાં આવે. આ માટે જ્યા હાલ 10 ટકા ટેક્સ લાગે છે તેને 5 થી 7 ટકા કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

હોમ લોન પર મળનારી ટેક્સ છૂટને વધારવામાં આવે અને સ્ટેમ્પ ડ્યુટીમાં પણ રાહત મળે.ઉપરાંત GST ટેક્સ સ્લેબ પણ ઓછો કરવામાં આવે અને નાના વેપારીઓ માટે સરળ કરવાની વ્યવસ્થા રહે તેવી આશા પણ વેપારીઓ રાખી રહ્યા છે.

વધુમાં દેશમાં રોજગારની વધુ તક ઉભી થાય. આ માટે રોજગાર નીતિ લાવવામાં આવે. નવો વેપાર શરૂ કરવા માટે પ્રોત્સાહન મળે. જેથી નવો રોજગાર ઉભો થાય.

પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવો પર પણ અંકુશ લાવવા માટે બજેટમાં સરકાર દ્વારા તેને જીએસટી હેઠળ લાવવાની વ્યવસ્થા બજેટમાં કરવામાં આવશે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

રેલવે દ્વારા મુસાફરી સુરક્ષિત કરવા માટે આધુનિક તકનીકનાં ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવે આ ઉપરાંત અન્ય વ્યવસ્થા પણ કરવામાં આવે. રેલ ટિકિટ બુક કરવી સસ્તી થાય અને ઓનલાઈન બુક કરવા પર પણ ગ્રાહકોને રાહત મળે.

જ્યારે સ્વાસ્થ્ય, વરિષ્ઠ નાગરિક, શિક્ષણ ,ખેતી , કેશલેસ લેવડદેવડ, વીમો સહિતની સેવાઓમાં પણ રાહતનાં અણસાર સેવાઈ રહ્યા છે.

Next Story