Connect Gujarat
દેશ

'અજય દેવગનનું હેલિકોપ્ટર થયું ક્રેશ'; સોશિયલ મીડિયામાં ફરતો થયો ફેક મેસેજ

અજય દેવગનનું હેલિકોપ્ટર થયું ક્રેશ; સોશિયલ મીડિયામાં ફરતો થયો ફેક મેસેજ
X

ફિલ્મ એક્ટર અજય દેવગણને લઈ મંગળવારે સાંજે સોશિયલ મીડિયા ઉપર એક સમાચાર વાયરલ થયા હતા. જેમાં અજય દેવગનનું હેલિકોપ્ટર મહાબલેશ્વર પાસે ક્રેશ થયું છે તેમ જણાવાયું હતું. આ સમાચાર સામે આવતાં જ સોશિયલ મીડિયામાં હંગામો જોવા મળ્યો હતો. અને સમાચાર ઝડપથી વાયરલ થવા લાગ્યા હતો. જોકે આ સમાચાર તદ્દન ખોટા છે અને અજય સંપૂર્ણ સુરક્ષિત છે. સોશિયલ મીડિયા પર અજયના ઈજાગ્રસ્ત થયાની તસવીરો પણ વહેતી થઈ હતી, જોકે આ તસવીરો પણ ખોટી હોવાનું સામે આવ્યું છે.

મહાબલેશ્વરની સ્થાનિક પોલીસે આ સમાચારને ખોટા ગણાવ્યા હતા. અને કહ્યું હતું કે, ‘અજય અંગે જે મેસેજ વ્હોટ્સએપ પર વાયરલ થઈ રહ્યો છે તે સંપૂર્ણપણે ખોટો છે.’ પોલીસે આ વાયરલ મેસેજની શરુઆત કોણે કરી તે બાબતે પણ તપાસ શરૂ કરી છે.

Next Story