Connect Gujarat
ટેકનોલોજી

અદાણીએ ઔદ્યોગિક પીએનજી અને સીએનજીનાં ભાવમાં કર્યો વધારો 

અદાણીએ ઔદ્યોગિક પીએનજી અને સીએનજીનાં ભાવમાં કર્યો વધારો 
X

અદાણી એનર્જી દ્વારા ઉદ્યોગોને આપવામાં આવતા પાઈપ્ડ નેચરલ ગેસ - પીએનજીનાં અને વાહનો ચલાવવા માટે વપરાતા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસના ભાવમાં વધારો કર્યો છે. સીએનજીના કિલોદીઠ ભાવમાં રૂપિયા 1.85નો વધારો કરવામાં આવ્યો છે.

બીજી તરફ પીએનજીના સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરના ભાવમાં યુનિટ રૂપિયા 3.60નો વધારો કરવામાં આવ્યો છે.આ વધારો પહેલી જાન્યુઆરી થી અમલમાં મૂકી દેવામાં આવ્યો છે. સીએનજીનો ભાવ વધારો ત્રીજી તારીખની મધરાતથી અમલમાં આવી ગયો છે.

પાઈપ્ડ નેચરલ ગેસનાં વપરાશકારોનું કહેવું છે કે છેલ્લા દોઢ મહિનામાં અદાણી એનર્જીએ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર દીઠ અંદાજે રૂપિયા 6 થી વધુ રકમનો વધારો કરી દીધો છે. વાહનોમાં વપરાતા સીએનજીના કિલોદીઠ ભાવ રૂપિયા 45.95 થી વધારીને રૂપિયા 47.80 કરી દેવામાં આવ્યા છે. આમ તેના કિલોદીઠ ભાવમાં રૂપિયા 1.85નો વધારો કરવામાં આવ્યો છે.

Next Story