Connect Gujarat
સમાચાર

અદાણીએ પીએનજી અને સીએનજીનાં ભાવમાં કર્યો વધારો

અદાણીએ પીએનજી અને સીએનજીનાં  ભાવમાં કર્યો વધારો
X

અદાણી ગેસે ચોથી ઓક્ટોબરથી અમલમાં આવે તે રીતે ઘર ઘરમાં રસોઈ કરવા માટે વપરાતા પીએનજી - પાઈપ્ડ નેચરલ ગેસનાં ભાવમાં એસસીએમ દીઠ રૂપિયા 1.20નો અને વાહનોમાં વપરાતા સીએનજીનાં કિલોદીઠ ભાવમાં રૂપિયા 1.85નો વધારો કર્યો છે.

મહેસાણા અને તેની પરિસરના વિસ્તારમાં પીએનજી અને સીએનજીનો સપ્લાય આપતા સાબરમતી ગેસે પણ સીએનજીના ભાવમાં અદાણી ગેસની માફક કિલોદીઠ રૂપિયા 1.83નો ભાવ વધારો કરી દેતા તેનો કિલોદીઠ ભાવ વધીને રૂપિયા 47.78નો થયો છે.

જ્યારે ગુજરાત ગેસના સંચાલકો પણ અદાણી ગેસની માફક જ આગામી એકાદ દિવસમાં સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Next Story